સમગ્ર દેશને હચમચાવી મુકનાર ઉન્નાવ ગેંગ રેપ કેસમાં આજે સતત બીજા દિવસે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેટલાક આદેશ જારી કર્યા હતા. સુપ્રીમ કોર્ટે રેપ પિડિતાની સારવાર લખનૌની હોસ્પિટલમાં જ જારી રાખવાનો આદેશ કર્યો હતો. શુક્રવારના દિવસે સુપ્રીમ કોર્ટે પિડિતાના ટ્રાન્સફરને લઇને કોઇ આદેશ જારી કર્યો ન હતો. હાલમાં લખનૌમાં સારવાર ચાલશે. જો જરૂર પડે છે તો પિડિતા તરફથી રજિસ્ટ્રી આવીને ટ્રાન્સફર માટે વાત કરી શકે છે. આનાથી સ્પષ્ટ થઇ ગયુ છે કે પિડિતાને એરલિફ્ટ કરીને હવે દિલ્હી લાવવામાં આવનાર નથી. સુપ્રીમ કોર્ટ તરફથી પહેલા રેપ પિડિતાને દિલ્હી એમ્સ લાવવા માટેની વાત કરવામાં આવી હતી. પિડિતાની માતા કહી ચુક્યા છે કે તે પોતાની પુત્રીની સારવાર લખનૌમાં ચાલે તેમ ઇચ્છે છે. તે સારવાર માટે દિલ્હી ખસેડવા માટે ઇચ્છુક નથી. કોર્ટે આદેશ કર્યો હતો કે સુરક્ષાના કારણોસર પિડિતાના કાકાને રાયબરેલીથી દિલ્હીના તિહાર જેલમાં ખસેડી લેવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે મિડિયાને પણ કેટલાક કડક આદેશ જારી કર્યા હતા.
ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડિયાને પિડિતાની ઓળખ છુપાવવા માટે કહેવામાં આવ્યુ છે. પડિતાની ઓળખ પ્રત્યક્ષ અનમે પરોક્ષ રીતે જાહેર થવી જોઇએ નહીં. હવે મામલાની વધુ સુનાવણી સોમમારના દિવસે કરવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટે આજે સતત સુનાવણી કરી હતી. આજે સુનાવણી દરમિયાન યુપી સરકાર તરફથી કહેવામા ંઆવ્યુ હતુ કે આદેશ મુજબ ૨૫ લાખ રૂપિયાનુ વળતર રેપ પિડિતાને સોંપી દેવામા ંઆવ્યુ છે. એક દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટે રાયબરેલીની પાસે માર્ગ અકસ્માતમાં જખ્મી રેપ પિડિતાને વચગાળાના વળતર તરીકે ૨૫ લાખ રૂપિયા આપવાનો આદેશ કર્યો હતો. સરકાર તરફથી એમ પણ કહેવામાં આવ્યુ છે કે પિડિતાના કાકાને શિફ્ટ કરવાને લઇને કોઇ વાંધો નથી. જે હાલમાં રાયબરેલી જેલમાં છે. સમગ્ર દેશને હચમચાવી મુકનાર ઉન્નાવ ગેંગરેપ કેસ અને એક્સિડેન્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે ગઇકાલે ગુરૂવારના દિવસે આક્રમક વલણ અપનાવ્યું હતું અને આ કેસ સાથે જોડાયેલા તમામ પાંચ મામલાને દિલ્હી ટ્રાન્સફર કરવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આની સાથે સાથે કેસની દરરોજ સુનાવણી કરીને ૪૫ દિવસની સમય મર્યાદા પણ નક્કી કરી હતી. માર્ગ અકસ્માતની તપાસ પણ એક સપ્તાહની અંદર પૂર્ણ કરવા માટેનો સુપ્રીમ કોર્ટે કડક આદેશ જારી કર્યો હતો. કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને પીડિતાના પરિવારને ૨૫ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો હતો. મામલાની સુનાવણી દરમિયાન સીજેઆઈ રંજન ગોગોઇના નેતૃત્વમાં ત્રણ જજની બેંચે કહ્યું હતું કે, આ મામલાને વહેલીતકે ઉકેલવામાં આવે તે જરૂરી છે. ઉન્નાવ મામલે ઝડપી ઘટનાક્રમનો દોર ગઇકાલે જારી રહ્યો હતો. એકબાજુ સુપ્રીમ કોર્ટે કેટલાક આદેશ કર્યા હતા. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉન્નાવ કેસના મુખ્ય આરોપીને સસ્પેન્ડ કરી દીધા છે. દરમિયાન ગયા રવિવારના દિવસે ટ્રક અને કારની ટક્કરમાં ઘાયલ રેપ પિડિતાની હાલત ગંભીર બનેલી છે. તેને હાલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવી છે. પુરતી સારવાર તેને લખનૌમાં આપવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ મુખ્ય આરોપી સેંગરને પાર્ટીમાંથી કાઢી મુક્યા છે. ભાજપે પણ વિરોધ પક્ષોના જોરદાર દબાણ હેઠળ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો આદેશ કર્યો હતો. બીજી બાજુ સમાજવાદી પાર્ટી દ્વારા ઉત્તરપ્રદેશમાં જોરદાર દેખાવ કરાયા હતા. દેખાવોનો દોર જારી રહ્યો હતો. કુલદીપસિંહ સેંગર રેપકાંડ મામલામાં મુખ્ય આરોપી તરીકે છે.