રાજુલા તાલુકાના ભેરાઈ ગામે આહિર સેવા સમાજ અને આહીર યુવા ગ્રુપ ભેરાઈ ટ્રસ્ટ દ્વારા ૯મો સમુહલગ્નોત્સવનું ભવ્ય આયોજન થયેલ. જેમાં ૪૩ દિકરીઓને દાતાઓએ પોતાની દીકરીયું ગણી કરીયાવર સાથે કન્યાદાન દેવાયા સંતો મહંતો રાજકીય નેતાઓ બાબુભાઈ રામ, બાબુભાઈ જાલોધરા દ્વારા આર્શીવાદ અપાયા.
રાજુલા તાલુકાના ભેરાઈ ગામે આહિર સેવા સમાજ તથા આહીર યુવા ગ્રુપ ભેરાઈ ટ્રસ્ટ દ્વારા આયોજીત ૯મો આહીર સમાજની દિકરીઓનો ૪૩ દિકરીઓને દાતાઓ દ્વારા પોતાની દિકરીયું ગણી કરીયાવર સાથે કન્યાદાન દેવાયા તેમજ વૃંદાવન આશ્રમના મહંત રાજેન્દ્રદાસ બાપુ, કેદારનાથ બાપુ, બિજલ ભગત, આહિર સમાજ પ્રમુખ બાધાભાઈ લાખણોત્રા, આહિર સમાજ અગ્રણી બાબુભાઈ જ ાલોધરા, કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ રામ, ગામના સેવાભાવી સરપંચ અને ગૌભકત બા.ભાઈ રામ, જીકારભાઈ વાઘ, રામપરા સરપંચ સનાભાઈ વાઘ, તાલુકા કારોબારી ચેરમેન અરજણભાઈ વાઘ, લાલાભાઈ બાધાભાઈ વાઘ, કીસાન સંઘ અગ્રણી તથા ભેરાઈ યુવા ગ્રુપના અગ્રણી લખમણભાઈ રામ, ઘનશ્યામભાઈ લાખણોત્રા, લખમણભાઈ વાવડીયા, લાભુબહેન રાધવભાઈ જીંજાળા સહિત મહનુભાવો ઉપસ્થિત રહી સ્ટેજ સંચાલન કાળુભાઈ લાખણોત્રાએ સંભાળેલ તેમજ આ સમુહલગ્ન પ્રસંગે બાબુભાઈ રામે જણાવ્યું હતું કે આ વર્તમાન સમયમાં આપડા ઈસ્ટદેવ કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે કલીયુગમાં હું હજારો હાથ અને આંખોવાળા રૂપે હું હાજર રહીશ. સમજવાનું છે ચાહે આવો કોઈ પ્રસંગે કન્યાદાનનો હોય તો પણ ભલે અને રાજકીય રીતે એક જુથથી ભેગા થાવ એટલે હજારો હાથ આંખો આપડી સામે જ દેખાય તે જ રૂબરૂ ભગવાન સ્વરૂપે આવી તમારી ભેરે રહેશે. માટે આપડા સમાજની એકતા તુટવી ન જોઈએ. અને ઈત્તર જ્ઞાતિઓ સાથે ભાઈચારાથી વર્તો એટલે આખો ૧૮ વર્ણનો સમાજ તમારી પડખે ઉભો રહેશે. તેમજ કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ જાલોધરાએ પણ ખુબ જ માર્મીક શબ્દો સંગઠન માટે પ્રહારો કરેલ તેમજ ગામના સરપંચ બાઉભાઈ રામે આવનાર સર્વે સંતો મહંતો રાજકીય આગેવાનોના સત્કાર સમારંભમાં દાતાઓનું દબદબા ભર્યુ સન્માન કરેલ. તેમજ આ ભવ્ય પ્રસંગે મેરાણભાઈ ગઢવી લોકસાહીત્યકાર ભોળાભાઈ આહિર સહિત ઉપસ્થિત રહેલ દીપ પ્રાગટય બાબુભાઈ રામે અને સંતોએ કરી રૂડા આશીર્વાદ આપેલ.