લાઠી તાલુકા માં પાક વીમા મુદ્દે શાખપુર ગામ  ખેડૂત હિત રક્ષક સમિતિ લાલઘૂમ

872

લાઠી તાલુકા માં પાક વીમા ની રકમ મુદ્દે ખેડૂત હિત રક્ષક સમિતિ ગામ શાખપુર ના બસ્સો થી વધુ ખેડૂતો દ્વારા તાલુકાપંચાયત પ્રમુખ ની આગેવાની માં આજે ના.કલેકટર કચેરી માં રોષ પૂર્ણ આવેદન પત્ર આપી અને આગામી તા.૧૫ સુધી માં પાક વીમો ચુકવવા માં નહી આવે તો કચેરી સમક્ષ તા.૧૬ થી ગાંધી ચિંધ્યા રાહે ઉપવાસ આંદોલન કરવા ચીમકી ઉચ્ચારવા માં આવી છે

લાઠી તાલુકા ના શાખપુર ના ખેડૂતો એ આજે જનકભાઈ તળાવીયા ની આગેવાની માં પાક વીમો ચુકવવા આપેલા આવેદન માં જણાવ્યા મુજબ અમરેલી જીલ્લા ના  લાઠી બાબરા ધારી ત્રણ તાલુકા અસરગ્રસ્ત જાહેરકરવા માં આવ્યા છે છતાં ખેડૂતો ને કપાસ ના પાક નો વીમો વીમા કંપની દ્વારા આપવા માં આવેલ નથી અવાર નવાર રજુવાત કરવા છતાં યોગ્ય નહી કરવા માં આવતા આગામી તા.૧૫ સુધી માં તમામ ખેડૂતો ને પાક વીમો ચુકવવા માં નહી આવે તો તા ૧૬ મી થી ગાંધીચિંધ્યા રાહે અહિંસક ઉપવાસ આંદોલન કરવા માં આવશે જેની સઘળી જવાબદારી સરકારશ્રી ના લગતા વળગતા અધિકારી ની રહેશે તેમ પત્ર ના અંત માં જણાવ્યું હતું.

Previous articleપાલિતાણામાં અરૂણાચલ પ્રદેશની શાંતિ માટે મહામૃત્યુંજય મંત્ર જાપ
Next articleગારિયાધારમાં ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે આરોપીઓ ઝબ્બે