ગારિયાધારમાં ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે આરોપીઓ ઝબ્બે

638

ભાવનગર રેન્જ ના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવે આપેલ સુચના મુજબ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠોડ  દ્વારા પ્રોહી./જુગાર બદી નેસ્તનાબુદ કરવા અન્વયે પાલીતાણા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાની સુચના મુજબ ગારીયાધાર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. કે.એચ.ચૌધરી  સ્ટાફના જયપાલસિંહ બાબભા તથા હેડ કોન્સ. તિરૂણસિંહ જીતુભા, મયુરસિંહ કનકસિંહ, જીતેન્દ્રભાઇ માસાભાઇ ડાંગર ,  ભગવાનભાઇ વાલાભાઇ સાંબડ સાથે પ્રોહી. પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ગારીયાધાર ટાઉન વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન પો.કોન્સ. ભગવાનભાઇ સાંબડ ને મળેલ બાતમી આધારે સાતપડા ગામે નાનાજાળીયા રોડ ઉપર પ્રોહી.રેઇડ કરતા નીચે મુદામાલ મળી આવેલ હતો

ભારતીય બનાવટની વિદેશી દારૂ પાર્ટી સ્પેશ્યલ ડીલક્ષ વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી ૭૫૦ એમ.એલ. ની બોટલ નંગ  ૧૨૦/ કિ.રૂ.૩૬૦૦૦/- તથા ફોરવ્હીલ  સીલ્વર કલરની  ઝેન રજી. નં. જીજે ૦૫ સીબી ૬૯૮ કિ.રૂ. ૫૦૦૦૦/- તથા વેગેનાર ફોરવ્હીલ રજી નં. જીજે ૫ સીડી  ૭૭૮૨ ની કિ.રૂ. ૮૦,૦૦૦/- તથા ત્રણ મોબાઇલ મળી કુલ કિ.રૂ. ૧,૭૪,૦૦૦/- નો મુદામાલ તપાસ અર્થે કબ્જે કરેલ છે.   આરોપી ઇસમો જીકાભાઇ ભગવાનભાઇ રાઠોડ ઉવ.૩૩ ,  વિરમદેવસિંહ બટુકસિંહ સરવૈયા ઉવ.૨૨ , પ્રદિપભાઇ નાગભાઇ પટગીર વાળાઓએ પ્રોહિ.એકટ કલમ ૬૫(ઇ), ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબનો ગુન્હો કરેલ  તેઓ વિરૂધ્ધ ગારીયાધાર પોલીસ સ્ટેશનમા ગુનો રજીસ્ટર કરાવતા આ કામે આગળની તપાસ અના હેડ કોન્સ. તિરૂણસિંહ સરવૈયા ચલાવી રહ્યા છે તથા રીમાન્ડની તજવીજ હાથ ધરેલ છે.

Previous articleલાઠી તાલુકા માં પાક વીમા મુદ્દે શાખપુર ગામ  ખેડૂત હિત રક્ષક સમિતિ લાલઘૂમ
Next articleબાબરા પોલીસ ઉંધતી રહી SOGએ જુગાર ધામ ઝડપ્યું