બાબરા તાલુકા માં સ્થાનિક પોલીસ ની ઢીલી નીતિ રીતી ના કારણે દારૂ જુગાર ની પ્રવૃતિ માથું ઉચકી રહી છે ઓછા માં પુરૂ શ્રાવણમાસ માં જુગાર ની પ્રવૃતિ ને વધુ વેગ મળવા લગતો હોવાની અટકળો વચ્ચે રેંજ નાયબ પોલીસ મહાનિરિક્ષક અશોકકુમાર યાદવ,તેમજ જીલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય દ્વારા આવા દુષણો ડામવા પગલા ભરવા આપેલી સુચના આધારે અમરેલી જીલ્લા એસ.ઓ.જી ટીમ પોલીસ ઇન્સ આર કે કરમટા સહિત ના સ્ટાફે બાતમી ના આધારે બાબરા તાલુકા ના ખાખરીયા ગામ ની ગાળિયા તરીકે ઓળખાતી શિમ વિસ્તાર ની પવનચક્કી બાજુ માંથી બાતમી ના આધારે ૧૦ શકુની ઓને પાંચ લાખ ના મુદા માલ સાથે ઝડપી પાડી જુગાર ધારા કલમ ૧૨ મુજબ બાબરા પોલીસ માં તમામ સામે ગુનો રજીસ્ટર કરાવેલ છે મળતી માહિતી મુજબ ગત મોડી સાંજે અમરેલી પોલીસે બાબરા વિસ્તાર ના ખાખરીયા ગામ ની શિમ માં મસ મોટું જુગાર ધામ ચાલતું હોવાની બાતમી ના આધારે દરોડો પાડી અને મગનભાઇ નરશીભાઇ બફલીપરા ઉ.વ.૪૮ , લાલજીભાઇ ભગવાનભાઇ વાઘેલા ઉ.વ.૩૨ , હિતેશભાઇ બાબુભાઇ થડેશ્વર ઉ.વ. ૩૯ , બાલુભાઇ બેચરભાઇ કાવઠીયા ઉ.વ.૪૯ , બારાન ઉર્ફે ભીખો સલીમભાઇ બ્લોચ (મકરાણી) ઉ.વ.૩૧ , રાજુભાઇ જીવાભાઇ મેતર ઉ.વ.૩૦ , અનકભાઇ દેવકુભાઇ બસીયા ઉ.વ. ૪૫ , રણજીતભાઇ ગોરધનાઇ દુધાત ઉ.વ.૪૪ , લાલજીભાઇ ધનજીભાઇ સીધપરા ઉ.વ.૩૫ , ભદ્રેશભાઇ ભરતભાઇ બફલીપરા ઉ.વ.૨૯ ધંધો-હીરા ઘસવાનો રહે. ખાખરીયા તા.બાબરા ને તીનપતી ની હારજીત નો રોકડા રૂપિયા ૩,૦૪,૬૦૦ સહિત ૧૧ મોબાઈલ કીમત રૂપિયા ૫૦,૦૦૦ તેમજ ૫ બાઈક કીમત ૧૨૦૦૦૦ મળી રોકડ મુદ્દામાલ સહિત કુલ ૪,૭૪,૬૦૦ જુગાર રમતા ઝપ્ત કરી તમામ સામે વિધિવત કામગીરી કરવા માં આવી છે