લાઠી શહેર માં ગંદકી ના ગંજ અને પેવીંગ બ્લોક ના નબળા કામો થી વોર્ડ નંબર ૧ ની જનતા વાઝ આવી જવા સહિત પાલિકા તંત્ર દ્વારા મોટા ભ્રષ્ટાચાર આચરવા માં આવતા હોવાના આક્ષેપ સાથે કેન્દ્રીય માનવ અધિકાર સંઘ ના અમરેલી જીલ્લા ઉપાધ્ય્ક્ષ ભરતભાઈ કોરાસીયા દ્વારા રાજ્ય ના મુખ્યમંત્રી ને પત્ર દ્વારા રજુવાત કરવા માં આવી છે
રજુવાત માં જણાવ્યા મુજબ વોર્ડ નંબર ૧ માં થોડા મહિના પહેલા બનેલા પેવિંગ બ્લોક ના કામો માં મસ મોટા ગાબડા સહિત ભ્રષ્ટાચાર ની ગંધ ફેલાવા પામી છે કવી કલાપી ની નગરી ગણાતા લાઠી શહેર માં નગરપાલિકા તંત્ર ની ઘોર બેદરકારી ના કારણે ઠેર ઠેર ગંદકી ના ગંજ ખડકાતા લાઠી માં ચોમાસા દરમ્યાન રોગચાળો ફાટી નીકળવા ની મોટી દહેશત ઉભી થઈ છે ચોમાસા દરમ્યાન ઉભરાતી ભૂગર્ભ ગટરો અને ગંદકી ના કારણે સ્થાનિક સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલો માં પાણી જન્ય મચ્છર થી ઉપદ્રવ થી થતા રોગો માં ઉછાળો જોવા મળી રહ્યો છે આગામી સમય માં ડેન્ગ્યું મેલેરિયા કે અન્ય પાણી જન્ય રોગ નો કોઈ દર્દી શિકાર બને પહેલા યોગ્ય કરવા લાગતા વળગતા સહિત ને પત્ર મારફત રજુવાત કરવા માં આવી છે