તળાજા તાલુકા તળપદા કોળી સમાજ દ્વારા ર૪માં સમુહ લગ્ન આગેવાનો, અધિકારી, સાધુ સંતો, મહંતો સેવા સહકાર સંસ્કૃતિ અને સંપથી હાજરીમાં યોજાયો હતો. ૩૬ નવ દંપતિ પ્રભુતામાં પગલા પાડ્યા હતાં. આ અવસરે સંગઠનો, દાતાઓ, અગ્રણી અને ગુજરાત ભરમાંથી નેતાઓ અધિકારી આગેવાનો કર્મચારી હાજર રહ્યા હતાં. લગ્નગ્રંથીથી જોડાયેલ આર્શિવાદ આપી ગૃહ ઉપયોગી કરયાવર ભેટમાં આપવામાં આવેલ ગાયત્રી પરિવાર અને ગોર મહારાજ વૈદિક શાસ્ત્રોકત શ્લોક સાથે લગ્ન વિધિ સંપન્ન થયેલ ગામે ગામના સેવાભાવી મંડળો જોડાયો હતો. આવેલ મહેમાનોનું તળાજાના સ્થાનિક આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવેલ અને સમાજના ભાઈઓ અને બહેનો દરેક ક્ષેત્રોમાં નવી ભરતીમાં પાસ થઈ સર્વિસમાં જોડાયા તેમને અભિનંદન આપવામાં આવેલ ઝડપી યુગમાં સમુહ લગ્નમાં વધારેને વધારે દંપતી જોડાય અને ખોટા રીતે રિવાજો અને દુષણો સમાજમાંથી દુર થાય તેવી ટકોર કરેલ ખાસ કરીને દિકરીયુને વધારેને વધારે શિક્ષણ આપો અને સમાજમાં અંદરો અંદરના વાદ વિવાદ ટાળી સમગ્ર કોળી સમાજ શકે થઈ સરાનિય કાર્ય કરવા મંચ પરથી અનુરોધ કરવામાં આવેલ. પોલીસ સ્ટાફ ફાઈર બ્રિગેડ ટીમ ડોકટરની ટીમ, ૧૦૮ની ટીમ સહિત તમામ અધીકારીે સુંદર સેવા બંદોબસ્ત આપેલ. દરેક પક્ષના આગેવાનો એક થઈ સુંદર સેવા આપી હતી. જિલ્લા અને ગુજરાતભરમાંથી આવેલ નેતાઓ આગેવાનો અધિકારી સાધુ-સંતોનું સન્માન કરવામાં આવેલ.