મહિલા સશક્તિકરણ પખવાડિયાના બીજા દિવસે ‘બેટી બચાવો બેટી પઢાવો’ વિષય અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી-ભાવનગર અને આઈ.સી.ડી.એસ. કચેરી, જિલ્લા પંચાયત ભાવનગરના સંયુક્ત ઉપક્રમે મહિલા નર્સિંગ કોલેજ, ઓડીટોરીયમ હોલ, સર ટી. હોસ્પિટલ, ભાવનગર ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
આજ રોજ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિભાગના કર્મચારીઓ જેમાં જીલ્લા આઈ.ઈ.સી. અધિકારી, મહિલા શક્તિ કેન્દ્રની ટીમ, પી.બી.એસ.સી ટીમ, ઓ.એસ.સી ટીમ, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ, સપ્તધારા ટીમ અને મહિલા નર્સિંગ કોલેજની ૩૦૫ વિધાર્થીનીઓ તેમજ વિધાર્થીઓ જોડાયા હતા. અને બેટી બચાવો બેટો પઢાવો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થના તેમજ શાબ્દિક સ્વાગત દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ડૉ.એ.કે.તાવીયાડ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ પોતાના ઉદબોધનમાં જણાવ્યુ હતું કે સામાજિક, આર્થીક, આરોગ્ય વિષયક તમામ ક્ષેત્રે મહિલાઓ સક્ષમ અને સશક્ત બની ઉતરોતર પ્રગતી કરે તે દિશામાં સરકાર સતત પ્રયત્નશિલ છે અને સરકારના આ પ્રયાસો સતત ચાલુ રહેશે. મિતલબેન પટેલ, આચાર્ય, મહિલા નર્સિંગ કોલેજ, ભાવનગરે સ્ત્રી સશક્તિકરણ પર પોતાના વિચારો રજુ કરતાં જણાવ્યુ હતુ કે સ્ત્રીઓ પોતાના જીવનના દરેક નિર્ણયો જાતે લેતી થાય અને તેના માટે સક્ષમ બને. રાષ્ટ્ર ઉદ્ધાર કરવા માટે દરેક સ્ત્રીઓને શિક્ષિત તેમજ સક્ષમ થવુ પડશે.તો જ સ્ત્રી સશક્તિકરણ કાર્યક્રમ સફળ થશે.
આ સાથે બેટી બચાવો બેટી પઢાવો, દીકરી- દીકરા સમાનતા, સ્ત્રી ભૃણહત્યા અટકાયત અને પોષણયુક્ત આહારના મહત્વ બાબતે મહિલા નર્સિંગ કોલેજની વિધાર્થીનીઓ દ્વારા તેમજ સપ્તધારા ટીમ દ્વારા વિવિધ નાટકો,પપેટ શો તેમજ શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મની રજૂઆત કરવામાં આવી.તેમજ ડૉ.આર.વી.રેવર,ડી.ક્યુ.એ.એમ.ઓ. હેલ્થ બ્રાન્ચ,ભાવનગર દ્વારા મહિલાઓની વિકાસયાત્રા, આરોગ્ય અને સ્ત્રીઓની પ્રગતી અંતર્ગત ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું હતુ તેમજ કાર્યક્રમમાં જોડાયેલી વિધાર્થીનીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.