સાત્વિકસાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય પુરૂષ ડબલ્સ જોડીએ શનિવારે અહીં થાઈલેન્ડ ઓપનના સેમિફાઇનલમાં કોરિયાના સુંગ હ્યૂન અને શિન બેક શેઓલને પરાજય આપીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. આ ભારતીય જોડીએ અંતિમ-૪ મુકાબલાને ૨૨-૨૦, ૨૨-૨૪, ૨૧-૯થી પોતાના નામે કર્યો હતો.
વર્લ્ડ રેન્કિંગમાં ૧૬મા સ્થાન પર રહેલી આ ભારતીય જોડીએ ચેમ્પિયન બનવા માટે હવે રવિવારે ચીનની લી જુન હેઈ અને લિયૂ યૂ ચેનની જોડીના પડકારનો સામનો કરવો પડશે.
ચીનની આ જોડીએ એક અન્ય સેમિફાઇનલ મુકાબલામાં જાપાનના હિરોયુકી એન્ડો અને યુતા વાજાનાબેની જોડીને ૨૧-૧૩, ૨૨-૨૦થી પરાજય આપ્યો હતો.