છેલ્લા દસ દિવસથી ખાનગી તબીબોની દવા લીધાં પછી તબિયતમાં સુધારો નહીં આવતાં ધારપુર રેફરલમાં રિપોર્ટ કરાવતા સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યો મહિલા સારવાર હેઠળ હારીજ ખાતે દરજી સોસાયટીમા એક મહિલા છેલ્લા દસ દિવસથી તાવની બીમારીમાં સપડાઈ ગઇ હતી. જુદા જુદા ખાનગી તબીબોની દવાઓ લીધા બાદ કોઇ ફેર નહી પડતાં ધારપુર રેફરલ હોસ્પિટલમાં દાખલ થઈ રિપોર્ટ કરાવતા સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા કુટુંબીજનોમાં તેમજ સોસાયટી ગામમાં પણ ભયનો માહોલ થવા પામ્યો છે.
હારીજ દરજી સોસાયટી ખાતે રહેતા મધુબેન ભાઈલાલભાઈ ડાભીની છેલ્લા દસ દિવસથી તબિયત લથડી હતી.જેમાં તેમનો પુત્ર શૈલેષભાઈ ડાભી પાટણ ખાતે રહેતા હોઇ સારવાર માટે પાટણ તેમના ઘરે લઈ ગયા હતા. સૌ પ્રથમ ખાનગી દવાખાનામા દવા લીધાં બાદ જનતા હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લીધી હતી.તબિયતમાં સુધારો નહીં આવતા ખાનગી હોસ્પિટલ દિનેશ પાંડોર ના ત્યાં સારવાર માટે ગયા હતા.
તબીબની સલાહ-સુચન મુજબ ધારપુર રેફરલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ કરવા જણાવ્યું હતું. માટે ધારપુર ખાતે જઈ અને સ્વાઇન ફ્લુના રિપોર્ટ કરવામાં આવ્યો હતો.જે રિપોર્ટમાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવ હોય તેવું રેફરલના તબીબે તેમનાં પુત્ર શૈલેષભાઈ ડાભીને જણાવ્યું હતું. બીમાર માતાના પુત્ર શૈલેષભાઈ ડાભીના જણાવ્યા મુજબ ધારપુર રેફરલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા જણાવ્યું હતું કે જે સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ આવ્યો છે. તે પોઝીટીવ છે. જે રિપોર્ટનો ઇમેલ આવ્યો છે તે દ્વારા હાલમાં જાણવા મળ્યું છે.