છત્તીસગઢ : અથડામણમાં ૭ નક્સલવાદી મોતને ઘાટ

435

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત રાજનાંદગાવમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. આ અથડામણ રાજનાંદગાવ જિલ્લાના બાગનદી પોલીસ સ્ટેશન વિસ્તારના શેરપાર સીતાગોટાના જંગલમાં થઇ હતી. આ અથડામણ થઇ ત્યારે સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાન પર હતી. એક અન્ય પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની સરહદ નજીક શેરપાર સીતાગોટાના જંગલોની વચ્ચે પહાડીઓ ઉપર નક્સલવાદીઓ હોવા અંગે માહિતી મળી હતી. ત્યારબાદ ડીઆરજી અને સીએએફની ટુકડીને ઘટનાસ્થળ પર રવાના કરવામાં આવી હતી. જિલ્લા બળ, સીએએફ અને ડીઆરજીની જોઈન્ટ કાર્યવાહીમાં સુરક્ષાદળોએ ૭ નક્સલીઓનો ખાતમો કર્યો છે. સુરક્ષાદળોએ માર્યા ગયેલા તમામ નક્સલીઓના મૃતદેહો મેળવી લીધા છે. મહેબુબા બોલ્યા-કાશ્મીરમાં ડરનો માહોલ, રાજ્યપાલે કડક શબ્દોમાં કહી દીધુ -’અફવાઓ ન ફેલાવો’ આ ઘટના રાજનાંદગાવના પથાના બાગનદી અને બોરતલાવ વચ્ચે મહારાષ્ટ્ર સરહદ નજીક આવેલા શેરપાર અને સીતાગોટા વચ્ચેની છે. હકીકત, સુરક્ષાદળોને શેરપાર તથા સીતગોટા વચ્ચે પહાડીઓમાં માઓવાદીઓના છૂપાયેલા હોવાની સૂચના મળી હતી.

જેના આધારે જિલ્લા બળ, ડીઆરજી અને ઈએએફની એક ટીમ આ વિસ્તાર માટે રવાના થઈ હતી. અહીં આજે સવારે ૮ વાગ્યાથી માઓવાદીઓ સાથે અથડામણ ચાલુ છે.

અથડામણમાં ૭ આતંકીઓનો ખાત્મો થયો. આ સાથે જ સુરક્ષાદળોએ માઓવાદીઓના કેમ્પ પણ ધ્વસ્ત કરી દીધા છે. ઘટનાસ્થળેથી સુરક્ષાદળોને એકે-૪૭, ૩૦૩ રાઈફલ, ૧૨ બોર બંદૂક, સિંગલ શાટ રાઈફલ સહિત અને અન્ય ગોળા બારૂદ મળી આવ્યાં છે.

Previous articleસ્થાપના દિને જ ગાંધીનગરના જુના સેક્ટરો પાણી ન આવ્યું
Next articleજમ્મુ કાશ્મીર : ત્રાસવાદી ખીણમાં આત્મઘાતી હુમલાઓની ફિરાકમાં