જમ્મુ કાશ્મીર : ત્રાસવાદી ખીણમાં આત્મઘાતી હુમલાઓની ફિરાકમાં

519

જમ્મુ કાશ્મીરમાં વધારાના સુરક્ષા જવાનોની તૈનાતી અને હવે અમરનાથ યાત્રા ટુંકાવી દેવાના નિર્ણયના કારણે ખીણથી લઇને દિલ્હી સુધી જોરદાર રાજકીય હલચલ જોવા મળી રહી છે. કેન્દ્ર સરકાર અને જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ હાલમાં તમામ પ્રકારની અટકળોને ફગાવી રહ્યા છે. જો કે કોઇ મોટા ઘટનાક્રમના સંકેત ચોક્કસપણે મળી રહ્યા છે. સરકારને એકાએક અમરનાથના શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને પરત ફરવા માટેની સુચના કેમ આપવી પડી તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતી છે. માછીલ યાત્રાને બંધ કરવાની ફરજ પડી છે. શ્રદ્ધાળુઓ પરત ફરી રહ્યા છે. સુત્રોના કહેવા મુજબ આ પગલા ઇન્ટેલિજન્સને ખુબ નક્કર પુરાવાના આધાર પર લેવામાં આવ્યા છે. ઇનપુટના કહેવા મુજબ ત્રાસવાદીઓ ખીણમાં મોટા આત્મઘાતી હુમલા કરવાની તૈયારીમાં છે. સરહદ પારથી ત્રાસવાદીઓની જોરદાર હિલચાલ જોવા મળી રહી છે. જેશે મોહમ્મદના લીડર મુસદ અઝહરનો મોટો ભાઇ પણ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં દેખાયો છે. જેથી ચિંતા વધી ગઇ છે. અમરનાથ યાત્રા માર્ગ પર પાકિસ્તાનમાં બનેલી સુરંગ મળી આવ્યા બાદ સુરક્ષા જવાનોના કાન ઉભા થઇ ગયા છે.

અમેરિકી સ્નાઇપર પણ મળી છે. સુરક્ષા દળોને હાલમાં એલર્ટ રાખવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા હાલમાં વારંવાર યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબાર કરીને ત્રાસવાદીઓને ભારતમાં ઘુસાડી દેવાની યોજના છે. ત્રાસવાદીઓને ઘુસાડી દેવાની યોજનામાં સફળ પણ રહ્યા છે. સુત્રોની વાત માનવામાં આવે તો ત્રાસવાદીઓ પહેલા સાઉથ ઓફ પીર પંજાલમાંથી ઘુસણખોરી કરતા હતા જ્યારે આ વખતે તેઓ નોર્થ ઓફ પીર પંજાલમાંથી ઘુસણખોરી કરી રહ્યા છે.

પાકિસ્તાને સરહદ પાર પોતાના વિસ્તારમાં કેટલાક બંકરો પણ બનાવી લીધા છે. પાકિસ્તાની સેનાએ ફોરવર્ડ એરિયામાં જવાનોની સંખ્યાને વધારી દીધી છે. સરહદ પર અઝહરનો ભાઇ હાલમાં ફરી રહ્યો છે. મસુદ અઝહરનો ભાઇ ઇબ્રાહિમ અઝહર દેખાયો છે.

Previous articleછત્તીસગઢ : અથડામણમાં ૭ નક્સલવાદી મોતને ઘાટ
Next articleજમ્મુ કાશ્મીર : ૩૦ વર્ષ બાદ સરકાર ભય ફેલાવે છે : ગુલામ નબી આઝાદ