રાજુલા પ્રાંત કચેરી ખાતે તાલુકાના તમામ પદાધિકારીઓની ડેપ્યુટી કલેકટર ડાભી અને મામલતદાર ચૌહાણની અધ્યક્ષતામાં એક લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવા બાબતે મળી હતી. આજરોજ રાજુલા તાલુકાના નાયબ કલેકટર કે.એસ.ડાભી અધ્યક્ષ સ્થાને તાલુકાની ફરિયાદ અને સંકલનની મીટીંગ યોજવામાં આવેલ અને તેમાં તાલુકાના તમામ અધિકારીઓ પદાધિકારીઓ હાજર હતા અને રાજુલા તાલુકામાં ૧,૦૦,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવા માટે આયોજન કરવામાં આવેલ છે. તેમાં વન વિભાગના અધિકારી પણ હાજર હતાં. તેમા દરેક ગ્રામ પંચાયતના સરપંચ તથા જુદા જુદા વિભાગની કચેરીમાં પણ વૃક્ષોનું વાવેતર કરવા માટે આયોજન કરવા સુચના આપવામાં આવી.