રાજુલાના બાબરીયાધારના ૪૦૦ વર્ષ પહેલાના પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ ટોચ પર પર ગજની ધજા ભજન સમ્રાટ અરવિંદ ભારતી તેમજ વલ્કુભાઈ બોસએ ચડાવી હતી.
રાજુલા તાલુકાના બાબરીયાધારના ૪૦૦ વર્ષ પહેલાના પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ કે જેમની સ્થાપના લોક વાયકા પ્રમાણે સોમેશ્વર ચોટીલાએ કરેલ તેમજ ભાવનગર દરબાર સામે જેનું પોતાના ગીરાસ માટે ન્યાય નીતિ ને બહારવટે નિકળી અને વિશ્વનો અજોડ ઈતિહાસ આ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જોગીદાસ બાપુ ખુમાણે ઉપાસના કરેલ તે સોમનાથ મહાદેવના ડુંગરની ટોચે બિરાજતા સોમનાથ મહાદેવ મંદિરે હર હર મહાદેવના નાદ સાથે ભજન સમ્રાટ અરવિંદ ભારતીબાપુ તેમજ તાલુકા પંચાયતના માજી પ્રમુખ વલ્કુભાઈ બોસ ગામના સરપંચ અનિલભાઈ લાડુમોર, ભાજપ તાલુકા પ્રમુખ ભોળાભાઈ લાડુમોર તેમજ રામભાઈ બારોટ, દાદભાઈ બારોટ સહિત દરેક જ્ઞાતિના આગેવાનોની હાજરી સાથે પર ગજની ધજા આરોહણનો જયા શ્રાવણ માસ દરમિયાન હજારોનો સંખ્યામાં માનવ મહેરામણ દર્શને દુર દુરથી આવે છે તે ઈતિહાસિક ધર્મ સ્થાને ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો.