ભાવનગરના નેતા તથા જવાબદાર તંત્ર ભાવનગરના એસ.ટી. ડેપોને અગ્રહરોળના એરપોર્ટ દરજ્જાનુ બનાવવાની લોલીપોપ છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી આપી રહ્યા છે પરંતુ આ વાત તો દુર બસ મથક પર કુતરા, ગાય થકી મુસાફરો ભયભીત રહે છે તસ્વીરમાં દ્રષ્ટી ગોચર એક ગાય ઈન્કવાયરી બોક્સ પાસે ફરજપરના અધિકારીને કંઈ પૂછવા માંગતી હોય તેવી મુદ્રામાં જણાઈ રહી છે આ દ્રશ્ય સમગ્ર બાબતનો ચિતાર આપે જ છે.