બાબરા ના નીલવડા રોડ ઉપર તસ્કરો દ્વારા મોડી રાતે ત્રણ દુકાનો ના શટર ઉચકાવી રોકડ રકમ સહિત ખાણી પીણી ના સરસામાન અને ઈલેક્ટ્રોનિક ઈન્સ્ટુમેન્ટ ની ચોરી કરવા ના બનાવ થી આજુબાજુ ના સ્લમ વિસ્તાર માં ચોરી ના બનાવ થી ફફડાટ વ્યાપી જવા પામેલ છે જયારે પોલીસ વર્તુળ દ્વારા નાના વેપારી ની અરજી આધારિત નિવેદનો નોંધી પ્રાથમિક તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે બાબરા નગરપાલિકા હદ વિસ્તાર માં આવતા વેપારી રામકુભાઈ ધાધલ તેમજ મધુભાઈ પલસાણા ની બે દુકાનો અને મેલડીમાતા મંદિર ના રસ્તા નજીક આવેલી રમેશભાઈ જાદવ સહિત ની ત્રણ દુકાનો માં ગઈ રાતે તસ્કરો ત્રાટકી અને શટર ને વચ્ચે થી ઉચકાવી તમામ માંથી રોકડ પરચુરણ તેમજ પાન મસાલા જંક ફૂડ અને ઈલેક્ટ્રોનિક ઈન્સ્ટુમેન્ટ,બેંક ડોક્યુમેન્ટ ના કાગળો સહિત ની ચોરી કરવા માં આવેલ હતી વેલી સવારે પસાર થતા રાહદારી લત્તાવાસી નું ધ્યાન ઉચકાયેલા શટર તરફ જતા દુકાનદારો ને ટેલીફોનીક જાણ કરવા માં આવતા દુકાનદારો દોડી આવી અને પોલીસ માં જાણ કરવા માં આવી હતી સ્થાનિક પોલીસે વેપારી ની અરજી આધારિત નિવેદન નોંધી સ્થળ તપાસ કરી તસ્કરો ના સગડ મેળવવા પ્રયાસ હાથ ધર્યા નું જાણવા મળી રહ્યું છે