આ વર્ષે દેશનાં વિવિધ રાજ્યોમાં ભારે પૂરની સ્થિતિ ઉદભવી છે. આસામ-બિહાર જેવા રાજ્યો વિશેષ પ્રભાવિત થયાં છે અને અન્ય રાજ્યોમાં પણ પૂર પ્રકોપને કારણે પારાવાર નુકશાન થયું છે. બિહાર અને આસામના પૂરગ્રસ્ત લોકોની સહાયતા અર્થે બંને રાજ્યોમાં રૂ઼. ૧૧-૧૧ લાખ તેમેજ ઓરિસ્સા, રાજસ્થાન અને છત્તીસગઢ રાજ્યોને પ્રત્યેકને પાંચ લાખ રૂપિયાની સહાયતા રાશિ શ્રી હનુમાનજીની પ્રસાદીરૂપે મોરારીબાપુએ મોકલવેલ છે. પ્રત્યેક રાજ્યનાં મુખ્યમંત્રી રાહતકોશમાં આ રાશિ મોકલવામાં આવશે. એ ઉપરાંત વડોદરામાં ભીષણ પૂરને લઈ ૯ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમનાં પરિવારજનોને પ્રત્યેકને રૂ઼. પાંચ-પાંચ હજારની સહાય મોકલાવેલ છે. આમ આ રાહતની રકમ કુલ મળીને રૂ઼. ૩૭,૪૫,૦૦૦ થાય છે.