નાગેશ્રી નજીકના મોમાઈ ધામે સમસ્ત કાઠી-ક્ષત્રિય સમાજની મળેલી બેઠક

622

નાગેશ્રી પાસે સુપ્રસિદ્ધ મોમાઈ ધામ માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂના અધ્યક્ષ સ્થાને કાઠી ક્ષત્રિય સમાજની અગત્યની મીટીંગ મળી જેમાં સંગઠન માટે કડક નિર્ણયો લેવાયા હતાં.

આજરોજ બાબરીયવાડના સુપ્રસિદ્ધ મોમાઈ ધામે સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ અને માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂની અધ્યક્ષતામાં જાફરાબાદ તાલુકાના તમામ ગામોના કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો સહિત બેઠક મળી જેમાં સંગઠન માટે કડક રીતે સર્વાનુમતે નિર્ણયો સમાજ હિત માટે લેવાયા જેમાં ખાસ કરીને યુવાધન છે રાષ્ટ્રની જાગીર છે. યુવાનો જાગૃત બની સમાજની એકતાથી જ સમાજના ઉત્કર્ષ ના કામો થતા હોય છે કોઈ પણ જ્ઞાતિનો વિકાસ સંગઠનના માધ્યમથી જ થાય છે. જેમાં પ્રથમ તો સમાજમાં રહેલ દુષણો કાઢો દુષણો નિકળશે તો જ કાઠી ક્ષત્રિય સમાજનો વિકાસ થશે વધુમાં જણાવાયું કે સુરીંગભાઈ વરૂ એક રાષ્ટ્ર કરવા મેદાન જંગ લડવા અરજી હુકમની સ્થાપણા વાઘણીયા દરબાર છોટે શીવાજી દરબાર, અમરાવાળા, ઢેબરભાઈ, રવુભાઈ અજાણી, શામળદાસ ગાંધી, દુર્લભજી ખેતાણી, નરેન્દ્રભાઈ નથવાણી, ભવાની શંકર ઓઝા, મણીલાલ દોષી સહિત આગેવાનો મળીને બાબરીયવાડને જુનાગઢ નવાબના પંજામાંથી છોડાવવા રાષ્ટ્ર પ્રેમી લડવૈયાઓની ફૌજ તૈયાર કરી જુનાગઢને પાકિસ્તાન ભેળવવા સામે અરજી હુકમતની ફોજ બનાવી લડાઈ લડીને છોડાવ્યો તે જ સંગઠનનો જ ભાગ હતો. માટે હાલ પણ એ જ સંગઠનની જરૂરત સમાજ માટે છે માટે યુવાનો એક બનો નેક બનો અને સમાજમાંથી ખોટા વ્યસનો કાઢો જેવા તીખા પ્રહારો કરેલ.

Previous articleશાખપુરના ખેડુતોએ પાક વિમાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું
Next articleબિહાર, આસામ, રાજસ્થાન, ઓરિસ્સા, વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોને મોરારિબાપુ દ્વારા સહાય