સાળંગપુર હનુમાનજી મંદિરે દાદાનો ફળોત્સવ ઉજવાયો

714

પવિત્ર શ્રાવણ માસ નિમિતતે પ્રથમ શનિવાર સાળંગપુર ધામમાં ફળોનો અન્નકુટ ધરાવવામાં આવેલ

મહંત પુરાણી સ્વામી વિષ્ણુ પ્રકાશદાસજી (અથાણાવાળ)ની પ્રેરણાથી તથા કો.સ્વામી વિવેકસાગર દાસજીના માર્ગદર્શનથી તેમજ પૂજય લક્ષ્મીપ્રસાદ સ્વામી, પુજારી સ્વામીની અથાગ મહેનતથી યાત્રાધમ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુરમાં તા. ૦૩ શનિવારે ભવ્ય ફળોત્સવનું આયોજન કરવામાં આવેલ. જેમાં દાદાને તમામ પ્રકારના ફળો અન્નકુટ સ્વરૂપે ધરાવવામાં આવેલ તથા બપોરે ૧ર-૦૦ કલાકે ફળોત્સવ નિમિત્તે દાદાની ભવ્ય અન્નકુટ આરતી હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ આરતી દર્શન અને બપોરે ૧ર-૦૦ થી પ-૦૦ ફળોત્સવ અન્નકુટના દર્શન તેમજ આ ભવ્ય ઉત્સવનો લાભ હરિભકતોએ લીધેલ. વિશેષમાં મંદિની યજ્ઞશાળામાં દાદાના પ્રસન્નાર્થે મારૂતિયજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ.

Previous articleફોટોગ્રાફર અજય જાડેજાને રોડ સેફટી એવોર્ડ અપાયો
Next articleબાબરા કાળુભાર નદીના ધુનામાં ન્હાવા ગયેલી દેવીપુજક બાળાનું ડૂબી જતા મોત