બાબરા કાળુભાર નદીના ધુનામાં ન્હાવા ગયેલી દેવીપુજક બાળાનું ડૂબી જતા મોત

969

બાબરા કાળુભાર નદી ના પાણી ભરેલા ધુના માં બપોર ના સમયે દેવીપુજક બાળા નું ન્હાવા ગયા બાદ ઉંડા પાણી માં ડૂબી જતા પરિવાર માં કલ્પાંત મચ્યો હતો

મળતી વિગત મુજબ બાબરા ના નીલવડા રોડ ઉપર રહેતી માસુમ બાળા દયાબેન દિલીપભાઈ ચારોલીયા પોતાના દાદા ગડુભાઈ કુરજીભાઈ ચારોલીયા ના બર્હ્મકુંડ પાછળ ના ઘેર રહેતી હતી અને આજે બપોરે પોતાની નાની બે બહેનો  સાથે કાળુભાર નદી ના પાણી ના ધુના માં એકલી ન્હાવા ગયા બાદ વરસાદી ઉંડા પાણી માં ગરક થઈ ગુમ થતા બાળકો દ્વારા વાલી ને બનાવ અંગે જાણ કરતા પરિવારે બાળા ની ઉંડા પાણી શોધખોળ હાથ ધરી હતી ત્યારે પાણી માં ડૂબેલી હાલત માં મળી આવતા સ્થાનિક હોસ્પિટલ માં ખેસેડવા માં આવી હતી ત્યાં તબીબે મૃત જાહેર કરી હતી  પરિવારે પોલીસ માં બનાવ સબંધે જાણકરતા બનાવ પી.એમ સહિત ની કાર્યવાહી હાથધરવા માં આવી હતી

પરિવાર માં ત્રણ બહેનો અને એક ભાઈ માં સૌથી મોટી અને ધો. ૪ માં અભ્યાસ કરતી  પુત્રી દયાબેન ઉવ.૮ નું મોત થતા પરિવાર માં શોક ની કાલીમા છવાઈ છે મૃતક પુત્રી ના પિતા પરિવાર દુધાળા પશુ અને બળદ લેવા વેચવા નો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે આજે બાળકો ઘેર એકલા હતા ત્યારે નજીક માં આવેલ પાણી ના ધુના માં ન્હાવા ગયા બાદ બનવા બનવા પામેલ હતો.

Previous articleસાળંગપુર હનુમાનજી મંદિરે દાદાનો ફળોત્સવ ઉજવાયો
Next articleશાળાની બાળાઓ દ્વારા ફુલકાજળી વ્રતની પુજા