ભાવનગરના જાણીતા ફોટોગ્રાફર અજય જાડેજા છેલ્લા ૧૧ વર્ષથી અકસ્માતથી લોકોને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેમની આ સેવાકિય પ્રવૃત્તિનો ગુજરાત સરકારે નોંધ લઈને તેઓને ગાંધીનગર ખાતે મીનીસ્ટર આર.સી.ફળદુના હસ્તે રોડ સેફટી એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રી ઈશ્વરભાઈ પટેલ, વાહન વ્યવહારના અગ્રસચિવ સુનયના તોમર તેમજ વાહન વ્ય્વહાર કમીશ્નર સોનલ મિશ્રા હાજર રહ્યા હતાં. અજય જાડેજા દ્વારા ગુજરાતભરમાં પ્રદર્શનો, અને ટ્રાફિકના સેમિનાર યોજાયા છે. અકસ્માતોની ફોટોગ્રાફી માટે તેઓનું નામ લીમકાબુક ઓફ વર્લ્ડમાં નોંધાયું છે. વ્યક્તિગત એવોર્ડમાં અજય જાડેજા સાથે અમદાવાદના અમિત ખાત્રી તથા વડોદરાના સત્યેન ફુલાબકરને પણ એવોર્ડ એનાયત કરાયા છે.