પૂ. મોરારી બાપુ જે વિવિધ પ્રકલ્પો વહાવી રહ્યા છે તેમાંનું એક સંકલ્પ કાર્ય છે” તુલસી જયંતિ ઉત્સવ” શ્રાવણ સુદ સાતમ એટલે રામચરિતમાનસના સર્જનથી રામ જેવા મહાવતાર ને લોકભોગ્ય બનાવી સમાજને હજારો વર્ષથી દિશા આપનાર મહા વિભૂતિ સંત તુલસીદાસજી મહારાજનો પ્રાગટ્ય દિવસ “તુલસી જયંતિ”. તે પાવનદિને માનસ, વેદમાં પોતાનું સાર્થક્ય સમર્પિત કરી પાવિત્ર્ય ગંગધારા વહાવતા રહેતા વિદ્વાન કથાકારો, સમર્પિતોની ભાવ વંદના કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની નૈષ્ઠિક કમૅરુપ સૌને પુષ્પ ગુલછડીથી પૂ. બાપુ વધાવતા રહ્યાં છે.આ વિરાટ કાર્યને એક મહાવિદ્યાલયના રૂપે જોવું રહ્યું. છેલ્લા ૧૧ વર્ષથી આવું નિયમિત રીતે વેદ-ઉપનિષદ રામચરિતમાનસના વિદ્વતજનને એકત્ર કરી તેમના કાર્યની ભાવવંદના કરાતી રહી છે. ૧૧ મો મણકો તારીખ ૩ થી ૭ ઓગસ્ટ સુધી યોજાયો છે. જેમાં જગદ્ગગુરુ વાસુદેવજી મહારાજ (અયોધ્યા) ને વાલ્મીકિ એવોર્ડ, ગોવિંદહરિજી મહારાજને (વ્યાસ એવોર્ડ), કનકેશ્વરી દેવીજી( મોરબી) ઋષિકેશ પંડિતજી, શિવાનંદજી મિશ્ર (વારાણસી) ત્રણેય મહાનુભાવોને તુલસી એવોર્ડ એનાયત થશે. જેમાં સવા લાખની રાશી, સૂત્રમાળા,પ્રશસ્તિપત્ર અર્પણ થશે. તેનો કાર્યક્રમ તારીખ ૦૭ -૦૮ -૧૯ ના રોજ કૈલાસ ગુરુકુળ મહુવા ખાતે યોજાયો છે.
આજે તા ૩-૮-૧૯ને શનિવારે બપોરે ૪-૦૦ કલાકે મહોત્સવનુ મંગલાચરણ થયું.સ્વ.રાધેશ્યામ રામાયણી તથા રાઘવાનંદજી ને શ્રધ્ધાંજલી અપાઇ હતી. આજની સંગોષ્ઠીના વકતાઓ છે. આસ્થાજી દૂબે (જબલપુર), શીતલજી વ્યાસ, અખિલેશજી ઉપાધ્યાય, સુધીરચદ્ર ત્રિપાઠી વગેરે હતાં.ઉતર ભારતના વિદ્વાન કથાવાંચકો હાજરી આપી રહ્યા છે.કૈલાસ ગુરુકુળ મહુવામાં આ કાયૅક્મ પાંચ દિવસ સુધી સંગોષ્ઠિ રુપે યોજાશે.