સિહોર ક્રિકેટ છાપરી મેદાનમાં કોઈ થર્મોકોલ વેસ્ટ નાખી ગયું

801

સિહોર ક્રિકેટ છાપરી ના મેદાન માં કોઈ તત્વો દ્વારા થર્મોકોલના ઢગલા કરી મેદાન ની ખુબસુરતી બગાડી નાખી છે અહીં રોજ આરસીસી કલબ ના મેમ્બરો ક્રિકેટ પણ રમી રહ્યાછે છતાં કોઈ દુકાન ધારકે પોતાનો વેસ્ટજ કચરો આ મેદાન માં નાખી પાલિકા ના ગાલે તમાચો માર્યો છે ખરેખર આવા તત્વો ને દંડીત કરવા જોઈએ કોણ ખરેખર આ વેસ્ટજ નાખી ગયું છે તે પણ તપાસ નો વિષય છે અને પોતાની પ્રોપર્ટી સમજી આ નિકાલ કરાયો છે ત્યારે કહેવાય છે કે ધી સિહોર એજ્યુકેશન સોસાયટી ને રમત ગમત માટે આ મળેલ મેદાન માં દબાણ માટે લોકોના ડોળા ફરી રહયા છે ત્યારે ખરેખર આ થર્મોકોલ વેસ્ટ નાખી એક રીતે તો આ જગ્યાજ બિન ઉપીયોગી કરવાનું કાવતરું જ તસવીરો પરથી લાગે છે ત્યારે સંસ્થાના માનદ મંત્રી ભરતભાઈ મલુકાએ આ બાબતે પાલિકાને જાણ કરી આવા તત્વો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે તે અંગે જણાવ્યું છે

Previous articleસ્વા. ગુરૂકુળ ચિત્ર ખાતે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ
Next articleમહુવા ખાતે તુલસી જયંતિનો મોરારિબાપુની નિશ્રામાં પ્રારંભ