સ્વા. ગુરૂકુળ ચિત્ર ખાતે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ

1891

તાજેતરમાં ગુજરાત રાજ્યના યુવાઘન કે જે નશીલા પદાર્થના સેવન કરી પોતાની જીંદગી બરબાદ કરી રહ્યા છે આ યુવાઘનને નશીલા પદાર્થોના સેવન કરતા અટકાવવા અને બચાવવા માટે ગુજરાત પોલીસ દ્રારા મોટા પાયે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. અને ભાવનગર રેન્જના ડી.આઇ.જી.પી. અશોકકુમાર યાદવ  રેન્જના જીલ્લાના પોલીસ અધિક્ષકઓને આ બાબતે કામગીરી કરવા સુચન કરેલ જેના ભાગરૂપે ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર ભાવનગર એસ.ઓ.જી.ને જીલ્લામાં નશીલા પદાર્થોના સેવનથી થતા નુકશાન અને ખુવારી બાબતે સ્કુલો તથા કોલેજોમાં ડ્રગ્સ અવેરનેસ કાર્યકમો યોજી યુવાનોને ડ્રગ્સની લતે ચડતા અટકાવવા માટે કાર્યક્રમો યોજવા સુચન કરતા  ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એસ.ત્રિવેદી તથા એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલે આજરોજ ચિત્રા સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે ધોરણ ૯, ૧૦, ૧૧, ૧૨ માં અભ્યાસ કરતા વિધાર્થી માટે ખાસ ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં  સ્કુલ ના પ્રિન્સીપાલ બટુકભાઇ પટેલ તથા સ્કુલનો શિક્ષક ગણ તથા વિધાર્થીઓ અંદાજે ૫૦૦ જેટલા હાજર રહેલ વિધાર્થીઓને નશીલા પદાર્થોના સેવનથી થતા નુકશાન અંગેના વીડીયો પ્રેઝનટેશન બતાવી તથા વકતવ્ય આપી જાગૃત કરવામાં આવેલ હતા આ કાર્યકમનો વિધાર્થીઓ તરફથી ખુબજ સકારાત્મક અભીગમ જોવા મળેલ હતો અને સમગ્ર કાર્યક્રમ ખુબજ સફળ રહેલ હતો. અને ભવિષ્યમાં ભાવનગર એસ.ઓ.જી. પોલીસ દ્રારા શહેરની અલગ અલગ સ્કુલો તથા કોલેજોમાં આવા કાર્યકમો સમયાંતરે યોજવામાં આવશે તેવું એસ.ઓ.જી. પોલીસ દ્રારા જણાવવામાં આવેલ છે.

Previous articleનવા સંશોધનો વિકાસશીલ દેશો માટે પાયાના પત્થર સમાન, ભવિષ્ય માટે સારો સંકેત – મંત્રી ભુપેન્દ્રસિંહ
Next articleસિહોર ક્રિકેટ છાપરી મેદાનમાં કોઈ થર્મોકોલ વેસ્ટ નાખી ગયું