નવા સંશોધનો વિકાસશીલ દેશો માટે પાયાના પત્થર સમાન, ભવિષ્ય માટે સારો સંકેત – મંત્રી ભુપેન્દ્રસિંહ

421

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે ટેકનોલોજી આઈપી અને ઇનોવેશન ફોર બિલ્ડીંગ ઓફ ન્યુ ઈન્ડીયા થીમ સાથેની રાષ્ટ્રીય સ્તરની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભારતીય નીતિ આયોગ, અને અટલ ઇનોવેશન મિશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભારતભરમાંથી ૬૬૭ જેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. તેમજ પંદર હજાર ચોરસફૂટની અત્યંત આધુનિક રાસાયણિક સંશોધન પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ અને વાંચનાલયની સવલતો સાથે બનાવવામાં આવેલ નવા બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેલા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ આયોજનને બિરદાવતા કહ્યું હતું કે આ પ્રકારના  આયોજન એ ગુજરાતના ભવિષ્ય માટે સારા સંકેત સમાન છે. નવા સંશોધનો વિકાસશીલ દેશો માટે ખૂબ જરૂરી છે. કોઈપણ મહાપુરુષના જીવનને નજીકથી જોઈએ તો તેઓએ અવિરતપણે જીવનમાં કંઇ ને કંઇ નવા સંશોધનો કર્યા હતા અને તેથી જ તેઓ વિશ્વને કંઇક નવું આપી શકયા.

આ સમારોહમાં કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી ના કુલપતિ મહિપતસિંહ ચાવડા, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના ચેરમેન અનિલ સહસ્ત્રબુદ્ધે, ભારતીય નીતિ આયોગના ડો.ઉન્નત પંડિત, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. અનામિક શાહ, એમ.એસ.યુનિવર્સિટીના પ્રોફેસર શૈલેષ શાહ, આઇ.આઇ.ટી ગોહાટીના નિયામક ડો. પરમેશ્વરન ઐયર, અમેરિકાની સૌથી મોટી ફાર્મા કંપની સી.ઇ.ઓ ડો.બીના નારાયણ ઉપરાંત કેડીલા, રેનબક્ષી, ટોરન્ટ, ગ્લેનમાર્ક જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કંપનીઓના ટોચના અધિકારીઓ તેમજ સમગ્ર દેશની વિવિધ યુનિવર્સિટીમાંથી આવેલ કુલપતીઓ, અધ્યાપકો તેમજ છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleશાળાની બાળાઓ દ્વારા ફુલકાજળી વ્રતની પુજા
Next articleસ્વા. ગુરૂકુળ ચિત્ર ખાતે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ