શહેરના ઘોઘારોડ પોલીસ મથકના જવાનોએ પૂર્વ બાતમી આધારે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ ૪ ઈસમોને ચોરીનો શંકાસ્પદ મુદ્દામાલ, એક માલવાહક રીક્ષા સહિતના સરસામાન સાથે ઝડપી લઈ તપાસ હાથ ધરી છે.
ઘોઘારોડ પોલીસ મથકમાં નરેન્દ્રસિંહ ગોહિલ રે. ભોળાનાથ સોસાયટી સુભાષનગર વાળાના નવા બની રહેલ મકાનમાંથી ગત તા.૧૭-૨ના રોજ કોઈ અજાણ્યા શખ્સો લાદીના બોક્સ નંગ ૩૨ની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી હતી જે અંગે પોલીસે તપાસ દરમિયાન આ બનાવમાં સંડોવાયેલ મયુદ્દિન ઈલમુદ્દિન બેલીમ, રે.કુંવાડા, સિધ્ધાર્થ ઉર્ફે ડાઘો અરવિંદ શાહ રે. રાણીકા, જાવેદ ઉર્ફે રાજુ હનિફ મસુરી રે. મોતીતળાવ અને રોહિત ઉર્ફે પાઉંભાજી રાજુ મકવાણા રે દિવાનપરા વાળાને ચોરી કરેલ લાદી-મુદ્દામાલ તથા ચોરી માટે ઉપયોગમાં લેવાયેલ લોડીંગ રીક્ષા મળી કુલ રૂા.૩૬,૦૦૦નો મુદ્દામાલ સાથે ચારેય શખ્સોનિ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.