તળાજા તાલુકા પીથલપુર, ઝાઝમેર, રાજપરા, ગોપનાથ,વેજોદરી પરતાપરા સહીત ના ગ્રામ્ય વિસ્તારોમાં દરોજ માનવ ભક્ષી દિપડા અને રાની પશુ ઓ લોકો પર અને પશુ ઉપર દરોજ હુમલો કરી રહ્યા હતા અને રાજપરા ગામે દિપડાએ એક બાળકી નુ મોત પણ થયુ હતું અને પીથલપુર પંથકના ગ્રામ્ય વિસ્તારના રહીશો એ ફોરેસ્ટ વિભાગ અને મામલતદાર કચેરીમાં એક આવેદનપત્ર આપ્યું હતું જ્યારે ફોરેસ્ટ ઓફિસર આર એફ ઓ મુકેશભાઈ વાધેલા અને ટીમ અંતર યાળ વિસ્તારોમાં રાત દિવસ ધામા નાખ્યા હતા અને દિપડા ને પાંજરે પુરવા અનેક પ્રયાસો કર્યા હતા જેમા મહિલા અધિકારી અને કર્મચારીઓ પણ રાત દિવસ જોડાયા હતા અને સુજ બુજ થી અનેક તરકીબ અજમાવી રહ્યા હતા ત્યારે આજે વહેલી સવારે ફોરેસ્ટ વિભાગ ને સફળતા મળી હતી ચાલુ વરસાદે ફોરેસ્ટ વિભાગ દ્વારા સતત પ્રયત્ન કર્યા હતા તળાજા ના ફોરેસ્ટ ઓફિસર આર એફ ઓ એમ. કે. વાઘેલા એ જણાવ્યું હતું કે તળાજા સાખડાસર નર્સરી મા લાવી ડોકટર ની ટીમ દ્વારા તપાસ હાથ ધરી રાણી ગાળા લ ઈ જવા મા આવશે વધુ મા જણાવ્યું હતું કે દિપડા નુ લોકેશન મળે અને ના ઝડપાઇ તો કોમામાં લાવવા માટે ડોકટરે ની ટીમ પણ તયાર રાખી હતી.