ખંઢેરા ગામની ખંઢેર શાળામાંથી ર.૧૧ લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો

1054

આજરોજ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટરડી.ડી.પરમારના માર્ગદર્શન અને સુચનાથી આર.આર. સેલના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે આર.આર.સેલના સ્ટાફના માણસો તથા દાઠા પોલીસે રેઇડ કરીને ખંઢેરા ગામમાં બંધ અવાવરૂ નિશાળ (સ્કુલ) માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ-૬૦, બોટલ નંગ-૭૦૫ કી.રૂ.૨,૧૧,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડેલ અને રેઇડ હાજર નહિ મળી આવેલ ઇસમ વિજયસિંહ મહિપતસિંહ રાઠોડ રહે.ખંઢેરા તા.તળાજા જી.ભાવનગર વાળા વિરૂધ્ધ દાઠા પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એકટ તળે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

Previous articleમહુવા ખાતે તુલસી જયંતિનો મોરારિબાપુની નિશ્રામાં પ્રારંભ
Next articleજુના રાજપરાથી વહેલી સવારે બીજો દીપડો પણ પાજરે પુરાયો