ભારતના સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ થાઈલેન્ડ ઓપન પુરૂષ ડબલ્સનું ટાઇટલ જીતી લીધું છે. આ ભારતીય જોડીએ ફાઇનલમાં ચીનના લી જુન હુઈ અને લિઉ યૂ ચેનની ચીની જોડીને ૨૧-૧૯, ૧૮-૨૧ અને ૨૧-૧૮થી હરાવીને ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી. આ મ્ઉહ્લ ૫૦૦નું ટાઇટલ જીતનારી પ્રથમ ભારતીય પુરૂષ ડબલ્સ જોડી છે.
ભારતીય જોડીએ પ્રથમ ગેમમાં ૧૦-૬ની લીડ બનાવી હતી. ત્યારબાદ ચીની જોડીએ વાપસી કરી અને અંતર ઘટાડ્યું હતું. પ્રથમ ગેમમાં બ્રેક સમયે ભારતીય જોડી ૧૧-૯થી આગળ હતી. ત્યારબાદ બંન્ને જોડીઓ વચ્ચે એક-એક પોઈન્ટને લઈને કાંટાનો મુકાબલો થયો હતો. એક સમય પર સ્કોર ૧૫-૧૫થી બરોબર હતો. ૧૮-૧૮થી સ્કોર જીતીને ભારતીય જોડીએ ૨૦-૧૮ની લીડ મેળવી લીધી હતી. ચીની જોડીએ પરંતુ વધુ એક પોઈન્ટ મેળવ્યો છતાં ભારતીય જોડીએ પ્રથમ ગેમ ૨૧-૧૯થી પોતાના નામે કરી લીધી હતી.
ચીની જોડીએ બીજી ગેમમાં ૨૧-૧૮થી જીત હાસિલ કરીને મેચમાં વાપસી કરી હતી. તેણે આ ગેમમાં પોતાનો અનુભવનો ઉપયોગ કર્યો અને ભારતીય જોડીને બેકફૂટ પર લાવી દીધી હતી. ભારતીય જોડીએ લીડ ઓછી કરવાનો પ્રયત્ન કર્યાં પરંતુ ચીની જોડીએ અંતે ગેમમાં જીત હાસિલ કરી હતી.