કેનેડા ટી-૨૦ લીગમાં યુવરાજે ૨૨ બોલમાં ૫૧ રન ફટકાર્યા

407

યુવરાજ સિંહે ભલે હાલમાંજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો હોય પણ ભારતીય ઓલરાઉન્ડર બ્રેમ્પટનમાં રમવામાં આવેલ ગ્લોબલ ટી-૨૦ કેનેડાની બીજી શૃંખલામાં પોતાના બેટથી જોરદાર પ્રદર્શન કર્યુ હતુ.

શનિવારે યુવરાજ સિંહે એક વાર ફરીથી ધમાકેદાર બેટીંગ કરી હતી અને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ટોરંટો નેશનલ્સના કેપ્ટને ફક્ત ૨૨ બોલ પર ૫૧ રનની ઈનિંગ્સ રમી હતી. જો કે તેમનું આ શાનદાર પ્રદર્શન આજે ટીમને જીતનો સ્વાદ ન ચખાડી શક્યુ અને ટીમ ગ્રુપ સ્ટેજના આ મેચમાં બ્રેમ્પટન વોલ્સથી હારનો સામનો કરવો પડ્યો હતો.

જ્યોર્જ મન્સના ૬૬ રનની મદદથી વોલ્સે ૨૦ ઓવરમાં ૬ વિકેટ પર ૨૨૨ રનનો તગડો સ્કોર જીત્યો હતો. જવાબમાં રોયલ્સે બ્રેડન મેકલમના ખુબજ ઝડપી ૩૬ રનોની મદદથી મજબુત શરૂઆત કરી હતી.

યુવરાજ ચોથા નંબર પર બેટીંગ કરવા મેદાનમાં ઉતર્યો તો તેણે પહેલેથી જ ખુબજ આક્રમક અંદાજ અપનાવ્યો હતો. ડાબોડી આ ખેલાડીએ પોતાનો જુનો અંદાજ પ્રશંસકોને જાણે કે યાદ કરાવી દીધો. યુવીએ કેટલાયે શાનદાર શોટ લગાવ્યા. પોતાની ઈનિંગ્સમાં તેમણે પાંચ છક્કાઓ અને ત્રણ ચોકાઓ પણ લગાવ્યા. યુવીએ ટી ૨૦ ટુર્નામેન્ટમાં પોતાની પહેલી અર્ધસદી ફટકારી હતી. યુવરાજે ૧૬માં ઓવરમાં આઉટ થયો ત્યારે ટીમ ૧૧ રનથી હાર પામી હતી.

Previous articleજુના રાજપરાથી વહેલી સવારે બીજો દીપડો પણ પાજરે પુરાયો
Next articleવડોદરાના ક્રિકેટર ઈરફાન પઠાણને વહેલી તકે કાશ્મીર છોડવાની સૂચના