બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા હાલના દિવસોમાં પોતાની ફિલ્મ ખાનદાની શફાખાનાનાં પ્રમોશનમાં વ્યસ્ત છે. તે દરમિયાન સોનાક્ષી ફિલ્મી લાઈફ અને પર્શનલ લાઈફથી જોડાયેલા ઘણા સવાલોના જવાબ આપતી નજરે પડી રહી છે. આ વચ્ચે સોનાક્ષી સિન્હા શનિવારે ધ કપિલ શર્મા શોમાં પહોંચી હતી. શોમાં કપિલ શર્માએ સોનાક્ષીને પ્રશ્ન પૂછ્યો કે તમારા ઘરમાં ત્રણ હજારનો ચેક કેમ ફ્રેમ કરાવીને રાખેલો છે પરંતુ કેમ? આ સવાલના જવાબમાં સોનાક્ષી સિન્હાએ કહ્યું કે, “આ વાત સાચી છે મારી મમ્મીએ ૩ હજાર રૂપિયાનો ચેક ફ્રેમ કરાવીને રાખ્યો છે. તેની પાછળ કારણ છે કે તે મારી પ્રથમ કમાણી હતી. સોનીક્ષી સિન્હાએ જણાવ્યું કે શરૂઆતમાં લેક્મે ફેશન વીકમાં મેં કામ કર્યું હતુ. ત્યાં મેં બેકગ્રાઉન્ડમાં લોકોને સીટ ક્યાં છે તે બતાવવાનું કામ કરતી હતી.