જો લોકોએ નગ્નતા જ જોવી હોય તો તેઓ પોર્ન જોઇ શકે છેઃ પંકજ ત્રિપાઠી

813

વેબ શોમાં જે લોકો એવા સીન જોવાની આશા રાખતા હોય કે પછી પોર્ન સીન જોવાની માગ કરતા હોય એવા લોકોને મોઢા પર જવાબ આપ્યો છે. પંકજ ત્રિપાઠીનું કહેવું છે કે જો લોકોએ નગ્નતા જ જોવી હોય તો તેઓ પૉર્ન જોઈ શકે છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની વેબ-સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ ૨’ ૧૫ ઑગસ્ટે રિલીઝ થવાની છે. આ વેબ-સિરીઝમાં પંકજ એક ધાર્મિક ગુરૂનાં રોલમાં જોવા મળશે.

વેબ-સિરીઝમાં આવા સીનની આશા ન રાખવી જોઈએ અને એની શોધ પણ ન કરલી જોઈએ. એ વિશે પંકજે કહ્યું હતું કે ‘મારું માનવું છે કે દરેક વસ્તુની પાછળ ચોક્કસ ઉદ્દેશ રહેલો હોય છે. જો કોઇ દૃશ્યને કાપવાથી સ્ટોરીને અધૂરી રાખવામાં આવે તો એ એક ચિંતા ઉભી કરી શકે છે માટે તેને દર્શાવવું પણ એટલું જ જરૂરી હોય છે.

વિક્રમાદિત્ય મોટવાણી અને અનુરાગ કશ્યપ જેવા લોકો જવાબદાર ફિલ્મ મેકર્સ છે. તેઓ એવા કોઈ દૃશ્યોનો સમાવેશ નહીં કરે જેનાથી સેન્સેશન નિર્માણ થાય. પૉર્નોગ્રાફી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. એથી જો લોકોએ એવું જ જોવું હોય તો તેઓ વેબ-સિરીઝ શું કામ જુએ?’

રોલ વિશે વાત કરતા પંકજ કહે છે કે એક સાધુનો રોલ કરવો એ મારા માટે અઘરુ હતું કારણ કે એની ફીલિંગ લાવવી એ સરળ નહોતું. હું કદી પણ ધાર્મિક ગુરુ નથી બન્યો અથવા તો એવા કોઈ ગુરુ સાથે પણ સમય વિતાવ્યો નથી.

Previous articleમારી મમ્મીએ ૩ હજારનો ચેક ફ્રેમ કરાવીને રાખ્યો છે : સોનાક્ષી
Next articleFPI દ્વારા ઓગસ્ટમાં કુલ ૨,૮૮૧ કરોડ ખેંચાયા છે