FPI દ્વારા ઓગસ્ટમાં કુલ ૨,૮૮૧ કરોડ ખેંચાયા છે

366

વિદેશી મૂડીરોકાણકારોએ ઓગસ્ટ મહિનાના માત્ર બે કારોબારી સેશનમાં જ ૨૮૮૧ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આ પહેલા એફપીઆઈ દ્વારા જુલાઈ મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાંથી ૨૯૮૫.૮૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. વિદેશી મૂડીરોકાણકારો વેચવાલીના મૂડમાં અકબંધ રહ્યા છે. સ્થાનિકની સાથે સાથે વૈશ્વિક પરિબળો આના માટે જવાબદાર રહ્યા છે. પહેલી ઓગસ્ટથી લઇને હજુ સુધીના ગાળામાં એફપીઆઈ દ્વારા ઇક્વિટીમાંથી ૨૬૩૨.૫૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા છે જ્યારે પહેલી-બીજી ઓગસ્ટના દિવસે ડેબ્ટ માર્કેટમાંથી ૨૪૮.૫૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. આની સાથે જ પાછા ખેંચાયેલા નાણાનો આંકડો ઓગસ્ટમાં ૨૮૮૧.૧૦ કરોડનો રહ્યો છે. જુલાઈ મહિનામાં જંગી નાણા પરત ખેંચાયા હતા. અમેરિકી અને ચીનના ટ્રેડવોરની સ્થિતિ વચ્ચે એફપીઆઈ દ્વારા જે નાણાં રોક્યા તેના કરતા વધુ નાણાં પાછા ખેંચ્યા છે. કેન્દ્રીય બજેટમાં કેટલીક દરખાસ્તો હતી જેમાં ઇન્કમટેક્સમાં સરચાર્જમાં અમીર લોકો ઉપર વધારો કરવામાં આવ્યો હતો. આંકડા ઉપર નજર કરવામાં આવે તો એમ પણ જાણી શકાય છે કે, આર્થિક સુધારાની ગતિ વધુ તીવ્ર બનવાની અપેક્ષા તેઓ માની રહ્યા છે. વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. મે મહિનામાં ૯૦૩૧.૧૫ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. માર્ચ મહિનામાં પણ ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ ઠાલવી દેવામાં આવ્યા હતા. ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા. એફપીઆઈ દ્વારા ફેબ્રુઆરી બાદથી ખરીદી કરવામાં આવી છે. આ પહેલા એપ્રિલ મહિનામાં વિદેશી મુડીરોકાણ કારોએ ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. જ્યારે માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા એફપીઆઈથી મળ્યા હતાહાલમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ૩૦૩ સીટો જીતી લીધી હતી. ઇક્વિટી સેગ્મેન્ટમાં એફપીઆઈ દ્વારા સુપરરિચ ટેક્સની જાહેરાત કરાયા બાદથી વેચવાલી જારી રહી છે. જુદા જુદા અભિપ્રાય બજેટને લઇને આપવામાં આવી રહ્યા છે. ડેબ્ટ માર્કેટમાં મૂડીરોકાણ જારી રહ્યું છે.

Previous articleજો લોકોએ નગ્નતા જ જોવી હોય તો તેઓ પોર્ન જોઇ શકે છેઃ પંકજ ત્રિપાઠી
Next article૬૪ ટ્રેનોના પ્રવાસ સમયમાં ૯૦ મિનિટનો ઘટાડો કરાશે