ટોચની ૧૦ કંપની પૈકીની ૮ કંપનીની મૂડીમાં ઘટાડો થયો

467

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની આઠ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૮૯૫૩૫ કરોડ રૂપિયાનો ઘટાડો થઇ ગયો છે. એસબીઆઈની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. એકમાત્ર ટીસીએસ અને એચયુએલની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન આઠ કંપનીઓની માર્કેટ મૂડી ઉલ્લેખનીયરીતે ઘટી ગઇ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, એચડીએફસી બેંક, એચડીએફસી, ઇન્ફોસીસ, આઈટીસી, કોટક મહિન્દ્રા, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડી ઘટી છે. એસબીઆઈની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ૩૦૩૮૮.૩ કરોડ ઘટીને ૨૭૫૨૭૯.૬૪ કરોડ રૂપિયા થઇ ગઇ છે. આવી જ રીતે આરઆઈએલની માર્કેટ મૂડી ૧૮૯૫૨.૫ કરોડ ઘટીને ૫૦૬૭૪.૮૬ કરોડ થઇ ગઇ છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડી આ ગાળામાં ૧૬૭૭૪.૮ કરોડ ઘટીને ૬૦૫૬૨.૧૫ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે એચડીએફસીની માર્કેટ મૂડીમાં પણ ઉલ્લેખનીય ઘટાડો થયો છે તેની માર્કેટ મૂડી ૭૬૬૦.૩૪ કરોડ ઘટીને ૩૬૬૪૭૧.૧૯ કરોડ થઇ ગઇ છે. શેરબજારમાં અફડાતફડીનો દોર જારી રહી શકે છે. છેલ્લા સપ્તાહમાં એચડીએફસી સહિતની તમામ કંપનીઓની માર્કેટ મૂડીમાં ફેરફારની સ્થિતિ રહી છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ એકમાત્ર ટીસીએસમાં ઉલ્લેખનીય સુધારો થયો છે. ટીસીએસની માર્કેટ મૂડી ૩૬૪૯૧.૯૪ કરોડ વધીને ૮૨૭૭૯૪.૮૩ કરોડ થઇ ગઇ છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટીસીએસ પ્રથમ સ્થાન ઉપર છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન સેંસેક્સમાં ૭૬૪ પોઇન્ટનો મોટો ઘટાડો રહ્યો હતો. આવતીકાલથી શરૂ થતાં નવા સેશનમાં પણ ભારે અફડાતફડીનો માહોલ રહી શકે છે.

Previous articleઓટો ક્ષેત્રે મંદી : બે લાખથી વધુ કર્મીઓએ જોબ ગુમાવી
Next articleઅમદાવાદ એરપોર્ટ પર નવા બૉડી સ્કેનર : મુસાફરોને રાહત થશે