વરસાદ બંધ થયાને ૪૮ કલાક થયા છતાં રાજકોટ સિવિલમાં ઘુંટણ સમા પાણી

426

રાજકોટની સિવિલ હોસ્પિટલની નવી ઓપીડી બિલ્ડિંગના સેલરમાં ખાનગી ડાયગ્નોસ્ટિક સેન્ટરને જગ્યા આપવામાં આવી છે અને રાહતભાવે રિપોર્ટ કરવા માટે એમઓયુ કરવામાં આવ્યા છે. છ માસ પહેલાં જ લેબ કાર્યરત થઇ હતી. શુક્રવારે રાજકોટમાં ભારે વરસાદને પગલે લેબમાં પાણી ભરાયાં હતાં. જેના કારણે લેબના તમામ સાધનો ટેબલ અને કાંધી પર ગોઠવવામાં આવ્યા છે. લેબની મુલાકાત લેતા ત્યાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે. શોર્ટ સર્કિટ થવાની બીકે ત્યાં પ્રવેશ પણ અપાયો નથી તેમજ રિપોર્ટ બંધ કરી દેવાયાનું દર્દીઓને જણાવાતા તેમને પરત ફરવું પડ્યું હતું. હોસ્પિટલના કેમ્પસમાં ૩૬ કલાક વીત્યા છતાં ૫ ફૂટ સુધી પાણી ભરાયેલા હોવા છતાં તંત્ર હજુ સુધી જાગ્યું નથી તેમજ તે જગ્યાનો વીજ પુરવઠો પણ ચાલુ રખાયો છે.

રાજકોટમાં વરસાદ પડ્યાને ૩૬ કલાકથી પણ વધુનો સમય વિતી ચૂક્યો છે. તેમ છતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ઓસર્યા નથી. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમા આવેલ ડાયગનોસ્ટીક સેન્ટરમા પાણી ભરાય ચૂક્યા છે. ૩૬ કલાકથી પાણી ભરાવવાના કારણે ડાયગનોસ્ટીક સેન્ટર બંધ કરવાની ફરજ પડી છે. તો બીજી તરફ ડાયગનોસ્ટીક સેન્ટરની બહાર મચ્છરના લારવા અને ગંદકી પણ જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ જાણે કે સારવારનું ઘર નહીં પરંતુ રોગોનું ઘર હોય તેવું સામે આવી રહ્યું છે.

Previous articleવડોદરા પૂર : રહેણાંક વિસ્તારોમાંથી ૧૮ મગર, ૩ કાચબા, ૨૭ સાપ ઝડપાયા
Next articleઅમદાવાદમાં અનરાધાર વરસાદ;ઓઢવ અને નરોડામાં એક જ કલાકમાં ૩ ઇંચ વરસાદ ખાબક્યો