અમદાવાદના પૂર્વ વિસ્તાર તથા પશ્ચિમમાં કેટલાક વિસ્તારમાં મેઘરાજાએ એક જ કલાકમાં ધમાકેદાર બેટિંગ કરતા ઠેર ઠેર પાણી ભરાયાની અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે અમદાવાદમાં એક કલાક ધોધમાર વરાસદ થતા, ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. મહાનગર પાલિકાની ગટર નિર્માણની પોલ થોડા જ વરાસાદે ખોલી દીધી છે. ઠેર ઠેર બિસ્માર રસ્તાથી અમદાવાદીઓ હેરાન પરેશાન થઈ ગયા છે
અમદાવાદમાં માત્ર એક કલાકમાં સરેરાશ બેથી ત્રણ ઈંચ વરસાદ ખાબકી ગયો છે. સૌથી વધુ વરસાદ વિરાટનગરમાં ૨ ઈંચ ખાબક્યો છે. પૂર્વ વિસ્તારમાં ચકુડીયામાં ૨૭મીમી, ઓઢવમાં ૭૦એમએમ, વિરાટનગરમાં ૫૨મીમી, દાણાપીઠમાં ૧૩ મિમિ મેમકો ૪૦ મિમિ નરોડા ૬૨ મિમિ. કાલુપુર ૫૨ મિમિ, મણિનગર ૧૪ મિમિ, વટવામાં ૧૯ મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં પાલડીમાં ૧૧એમએમ, ઉસ્માનપુરામાં ૧૧એમએમ, ચાંદખેડામાં ૨૯એમએમ, રાણીપમાં ૧૭એમએમ, બોડકદેવ ૬એમએમ, ગોતા ૬એમએમ અને સરખેજમાં ૧૨એમએમ વરસાદ નોંધાયો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. પૂર્વ વિસ્તારના ચકુડીયા, ઓઢવ, વિરાટનગર, નરોડા, દાણીલીમડા, મેમલો, નિકોલ, કાલુપુર, મણીનગર, વટવા અને નારોલમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ ન્યુ રાણીપ, રાણીપ, ચાંદખેડામાં વરસાદ વરસ્યો છે. આ સિવાય પાલડી, એસજી હાઈવે, સરખેજ, ગોતા, ઉસ્માનપુરા, નારણપુરા, ઘાટલોડિયા, વાડજ જેવા તમામ વિસ્તારમાં મેઘરાજાએ મહેરબાની શરૂ કરી છે.
અમદાવાદમાં મોડી સાંજથી જ કાળાજિબાંગ વાદળો ઘેરાયા હતા, જે મોડી સાંજે અચાનક વરસી પડતા, વાહન ચાલકો મુશેકેલીમાં મુકાયા છે. પૂર્વ વિસ્તારમાં નિકોલ, સઈજપુર બોઘા, ઘોડાસર, ઈસનપુર, નારોલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે, તો આ બાજુ પશ્ચિમમાં એસજી હાઈવે અને ૧૩૨ ફૂટ રિંગ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.