રિલાયન્સ ચોકડી પાસે ૨ નકલી કિન્નરોને લોકોએ મેથીપાક ચખાડ્‌યો

1066

ન્યુ ગાંધીનગરમાં રિલાયન્સ ચોકડી પાસેના રહેણાંક મકાનો પાસેથી ત્રણ ડુપ્લિકેટ કિન્નર પકડાયા હતા. અહીં આવેલા રહેણાંકોમાં બપોરના સમયે પૈસા ઉઘરાવા ડુપ્લિકેટ કિન્નરો ફરી રહ્યાં હતા. જેઓને સ્થાનિક રહીશ સાથે માથાકુટ થતાં એક રહીશે જાણીતા કિન્નરને બોલાવવાની વાત કરી હતી જેને પગલે ભાંડો ફુટવાના ડરે તેઓ ભાગ્યા હતા. જેમાંથી બે એક ઝૂપડીમાં સંતાઈ ગયા હતા જ્યારે એક સરગાસણ ચોકડી તરફ ભાગ્યો હતો.

નકલી કિન્નરો પાછળ આવેલા કેટલાક સ્થાનિકોએ ઝુપડીમાં સંતાઈ ગયેલા બે લોકોને મેથીપાક ચખાડ્‌યો હતો. કેટલા લોકો દ્વારા બંને શખ્સોને પોલીસને સોંપવાની વાત કરી હતી.

જોકે, છેલ્લે રહીશોએ તેમને જવા દેતા તેઓ ભાગી ગયા હતા. સ્થાનિકોની ચર્ચા મુજબ તેઓ અમદાવાદથી ગાડી ભાડે કરીને આવ્યા હતા અને સવારથી આ વિસ્તારમાં પૈસા ઉઘરાવી રહ્યાં હતા.

Previous articleઅમદાવાદમાં અનરાધાર વરસાદ;ઓઢવ અને નરોડામાં એક જ કલાકમાં ૩ ઇંચ વરસાદ ખાબક્યો
Next articleસાબરમતી નદીના વહેણમાં મહાકાય મગર તણાઇ આવતા લોકોમાં ભયઃ વન વિભાગ દ્વારા ચેતવણી