પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રૂપાલ દ્વારા બેટી બચાવો અને બેટી પઢાઓ વિષય ઉપર કોલવડાની કન્યા પ્રાથમિક શાળા નંબર ૨ ખાતે રેલી યોજવામાં આવી હતી. રેલી ગામના મુખ્ય મુખ્ય માર્ગોમાંથી સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવો, દિકરો-દિકરી એક સમાન, દિકરીને જન્મ લેતા અટકાવો નહી સહિતના સૂત્રોચાર સાથે પસાર થઇ હતી.