અરવલ્લીના મેઘરજ અને શામળાજીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ભિલોડામાં પણ વરસાદ

431

ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં આજે ફરી વરસાદ શરૂ થયો છે. યાત્રાધામ શામળાજી અને મેઘરજમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી. બાયડના વારેણા, બોરમઠ અને મેઘરજના ઈસરી, રેલ્લાવાડા અને જીતપુર સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૪ ઓગસ્ટથી બંગાળની ખાડીમાં ધીમે ધીમે લો પ્રેશર સિસ્ટમ સર્જાવાનું શરૂ થશે. આ સિસ્ટમ તા.૮ ઓગસ્ટ સુધીમાં સક્રિય થઇ ડિપ્રેશન કે ડીપ-ડિપ્રેશનમાં ફેરવાશે. જેને લઇ ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર ભારે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૨૪ કલાકમાં મહેસાણા અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ અને બાકીના ૩ જિલ્લામાં છુટાછવાયા હળવા વરસાદની શક્યતા છે.

Previous articleપાટનગરમાં ૫૦ દિવસમાં ફક્ત ૭ ઇંચ વરસાદ પડયો
Next articleદહેગામ તાલુકા, શહેરમાં ઝરમર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ