રાઈટ ટુ એજ્યુકેશન પોલીસી હેઠળ ભણવામાં ઉજ્જવળ કારકિર્દિ ધરાવતા લોકોને સરકાર તરફથી વિશેષ શહાય મળે તે માટે બજેટમાં ગુજરાત સરકાર દ્વારા ખાસ જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં શિક્ષણને લઈને અનેક પ્રશ્નો છે. ગુજરાત વિધાનસભામાં નીતિન પટેલે બજેટ રજૂ કરતાં શિક્ષણ ક્ષેત્રે મસમોટી ૨૭,૦૦૦ કરોડની ફાળવણી કરી છે.રાજ્યની ૫૮ જેટલી બિન-અનામત વર્ગોની જાતિઓના ઉત્કર્ષ માટે રચાયેલા ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ માટે ૫૦૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મધ્યાહન ભોજન માટે ૧૦૮૧ કરોડ ફાળવાશે. ધોરણ૧૦, ૧૨ પાસ થનારા વિદ્યાર્થીઓને ૧૦૦૦ના ભાવે ટેબલેટ અપાશે. ટોકન દરે ટેબ્લેટ આપવા ૧૫૦ કરોડ ખર્ચાશે.
પ્રા.શાળાઓમા નવા ઓરડા માટે ૬૭૩ કરોડ ખર્ચાશે. જ્યારે કન્યાઓને નિવાસી વ્યવસ્થા માટે ૬૯ કરોડ ખર્ચાશે. અન્ન ત્રિવેણી યોજના હેઠળ અનાજ પુરૂ પાડવા ૬૮ કરોડનો ખર્ચ કરાશે. ધો ૬થી ૮મા ૧૨૫૦ શાળાઓમાં સાયન્સ સેન્ટર માટે ૩૭ કરોડની ફાળવણી કરાયી છે.સરકારી યુનિ.કોલેજોના નવીનીકરણ માટે ૨૫૭ કરોડ ખર્ચાશે.
આઈ ટી આઈ નવીનીકરણ અને સાધનો માટે ૪૦ કરોડની જોગવાઈ કરાયી છે.
કૃષિ વિકાસ યુનિવર્સિટી માટે ૭૦૨ કરોડ ખર્ચાશે.
અનૂસૂચિત જાતિના અંદાજે ૧૦.૪૦ લાખ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના, આર્થિક રીતે નબળા વર્ગોના અને લઘુમતીના ૪૭.૫૨ લાખ એમ કુલ ૫૮.૦૨ લાખ વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટે ૩૭૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.બજેટમાં અનૂસૂચિત જાતિ અને પછાત વર્ગના મળીને કુલ ૪૫૩ વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન આપવા ૪૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે અનૂસૂચિત જાતિ તથા આર્થિક રીતે નબળા વર્ગોની કન્યાઓની વિના મૂલ્યે સાયકલ આપવા ૬૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
અનૂસિચિત જાતિ અને નબળા વર્ગના મળીને ૩૬૦૦ વિદ્યાર્થીઓને ગુજકેટ, નીટ, પીએમટી, એનએલયુ, નિફ્ટની પ્રારંભિક પરીક્ષાની તૈયારી માટે ૬.૭૦ કરોડના ખર્ચે કોચિંગ આપવામાં આવશે. ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓને અપાતા ગણવેશની સહાય ૩૦૦થી વધારીને ૬૦૦ કરાઈ છે.
૭૮૪ આંગણવાડીઓની સુધારણા અને ૪૧,૭૫૮ આંગણવાડીઓની મરામત માટે ૨૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.યુવાનોને મુખ્યમંત્રી સ્વાવલંબી યોજના હેઠળ કોલેજોમાં ૫૦ ટકા ફી જોગવાઈ પણ આ બજેટમાં કરવામાં આવી છે. મેડિકલ કોલેજમાં વરચ્યુઅલ ક્લાસરૂમ માટે જોગવાઈ ૫ કરોડની ફાળવણી કરાયી છે.