ભારતીય સેનાની કાર્યવાહીમાં માર્યા ગયેલા પાક આતંકવાદીઓના મૃતદેહો હજુ પણ ર્ન્ંઝ્ર પર પડ્યા છે. ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને આ મૃતદેહો અંતિમ સંસ્કાર માટે લઈ જવાનો પ્રસ્તાવ આપ્યો છે. ભારતે કહ્યું કે પાક સેના સફેદ ઝંડા સાથે આવીને આ મૃતદેહો લઈ જઈ શકે છે. જોકે પાકિસ્તાન તરફથી આ બાબતે હજુ કોઈ જવાબ આવ્યો નથી. ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરના કેરણ સેક્ટરમાં ફોરવર્ડ પોસ્ટ પર પાકિસ્તાની આર્મીના મ્છ્ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો અને તેના દરમિયાન પાકિસ્તાનથી ઘુસણઘોરી કરવા માગતા ઓછામાં ઓછા ૭ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.ભારતીય સેનાએ પોતાના દાવાના પૂરાવા તરીકે આ ચાર મૃતદેહોની સેટેલાઈટ તસવીરો પણ લીધી છે. સત્તાવર સૂત્રો મુજબ પાકિસ્તાન તરફથી જમ્મુ કાશ્મીરની શાંતિને ભંગ કરવા સતત પ્રયાસ થઈ રહ્યા છે. જે માટે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ ભારતમાં ઘુસણખોરીના પ્રયાસ કરવા માટે ઘાત લગાવીને જ બેઠા છે.સંરક્ષણ પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું, “કુપવાડા જિલ્લાના કેરન સેક્ટર તરફ એક ફોરવર્ડ પોસ્ટ પર મ્છ્ હુમલાની કોશિશને અહીં તૈનાત જવાનોએ નિષ્ફળ બનાવ્યા. આ દરમિયાન પ્રતિઉત્તરમાં ૫ થી ૭ પાકિસ્તાની આતંકી ઠાર કરાયા હતા.” સૂત્રો જણાવે છે કે, ૩૧ જુલાઈ અને ૧ ઓગસ્ટ દરમિયાન રાત્રે પાકિસ્તાનની કુખ્યાત બોર્ડર એક્શન ટીમ ઘાત લગાવીને હુમલો કર્યો હતો.
પાકિસ્તાને પણ પોતાની તરફ ર્ન્ઝ્ર તરફ સામાન્યથી વધારે સૈનિકોને તૈનાત કરી રાખ્યા છે.