બજેટમાં અનેક કૃષિ અને ગ્રામ્ય લક્ષી બજેટ રજૂ કરતાં, દૂધાળા પશુઓને રાખવા બદલ કે તેનું ફાર્મ બનાવવા બદલ વાર્ષિક ત્રણ લાખની સહાય કરવામાં આવશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. નાણાંપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે રૂપાણી સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે તે મહેણું ભાંગવા, બજેટમાં ગ્રામ્ય લક્ષી આ જોગવાઈ કરવામાં આવી છે.જો દૂધાળા પશુઓનું ફાર્મ બનાવવામાં આવશે તો સરકાર તરફથી આ સહાય આપવામાં આવશે. ૧૨ પશુ ધરાવતા તબેલા માટે ત્રણ લાખ સુધીની સહાય કરાશે.પશુઓના જતન માટે કરુણા એનિમલ સંસ્થા માટે ૨૬ કરોડ ફાળવાશે. ૨ વેટરનિટી પોલિટેકનિક માટે ૨૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.મુખ્યમંત્રી નિશુલ્ક પશુ સારવાર યોજના માટે ૨૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા ૨૫ કરોડની ફાળવણી કરાયી છે. તો ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધન માટે ૪૪ કરોડની જોગવાઈ કરાયી છે.