મુંબઈમાં શુક્રવારથી ભારે વરસાદના કારણે હજુ પણ જનજીવન ખોરવાયેલું છે. આજે રવિવારના દિવસે પણ વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો હતો. મુંબઈમાં હાઈટાઇડની ચેતવણી વચ્ચે લોકોને બહાર નહીં નિકળવા માટે સૂચના આપવામાં આવી છે. આજે ભારે વરસાદ વચ્ચે ગોરેગાંવ, રાજીવનગર, અન્ય તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગના કહેવા મુજબ સ્થિતિ સુધરવાના સંકેત દેખાઈ રહ્યા નથી. ભારે વરસાદના કારણે અનેક રુટ ઉપર મુંબઈની લોકલ ટ્રેન સેવા રદ કરવામાં આવી હતી. સાતથી વધારે ફ્લાઇટો પણ રદ કરવામાં આવી ચુકી છે. મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ વચ્ચે એનડીઆરએફે ૮ ટીમો તૈનાત કરી દીધી છે. સતત વરસાદના લીધે નાસિકમાં ત્ર્યંબેકેશ્વર મંદિર સંકુલમાં પુર જેવી સ્થિતિ સર્જાયેલી છે. સેન્ટ્રલ રેલવે દ્વારા અનેક ટ્રેનોના રુટ બદલી લેવામાં આવ્યા છે. સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેન સેવા ઉપર માઠી અસર થઇ છે. આજે સવારથી જ જુદા જુદા વિસ્તારમાં ભારે વરસાદ જારી રહ્યો છે. સાયન અને કુર્લાની વચ્ચે ચાર રેલવે ટ્રેક ઉપર રેલવે સેવા બંધ કરવામાં આવી હતી.
કલ્યાણ રેલવે સ્ટેશન ઉપર પણ હાલત કફોડી રહી હતી. અનેક કોલોનીઓમાં પાણી ભરાઈ ગયા હતા. શાંતાક્રૂઝ, પાલઘરમાં પણ લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા. જેજે હોસ્પિટલની નજીક તમામ જગ્યાએ પાણી ભરાઈ જતાં જનજીવન ખોરવાઈ ગયું હતું. મુંબઇ ઉપરાંત પશ્ચિમ અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. હવામાન વિભાગે અંદાજ મુક્યો છે કે હજુ કેટલાક દિવસ ભારે વરસાદ થનાર છે. પાણી ભરાઇ જવાના કારણે ભારે અંધાધુંધી ફેલાઇ ગઇ હતી. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. હવામાન વિભાગના કહેવા મુજબ મુંબઇ અને આસપાસના વિસ્તારો તેમજ મહરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ભારે વરસાદના કારણે લોકલ ટ્રેન સેવા પણ ખોરવાઇ ગઇ છે. વિમાની સેવાને પણ અસર થઇ છે. હવામાન વિભાગે મુંબઇ અને આસપાસના વિસ્તારો માટે ભારે વરસાદને લઇને એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. અંધેરી અને સાયનમાં ભારે વરસાદ થયો છે. આ ઉપરાંત એરપોર્ટ, પવઇ, એસવી રોડ, વીરા દેસાઇ રોગ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જુહુમાં પણ પાણી ભરાઇ ગયા છે. જે વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઇ હતી તેમાં તમામ ભરચક રહેતા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. હાલમાં મુંબઇમાં ભારે વરસાદના કારણે લોકોની હાલત કફોડી બની હતી. રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેન પાણીમાં ફસાઇ ગઇ હતી. જેમાંથી હજારો લોકોને બચાવાયા હતા. દરમિયાન મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે જુદા જુદા બનાવોમાં બેના મોત થયા છે.