ગુજરાતના જાણીતા પત્રકાર અને કટાર લેખક કાંતિ ભટ્ટનું મુંબઈમાં કાંદિવલીમાં ૮૮ વર્ષ નિધન થયું છે. ૬ દાયકા કરતા વધુ સમયથી ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે તેમણે હજારો લેખો લખ્યા અને લગભગ તમામ અખબારમાં ટોચના કટાર લેખ લખ્યા હતા. પત્રકારની પાઠશાળા જેવા મૂળ ભાવનગર જિલ્લા ઝાંઝમેર ગામના વતની એવા કાંતિ ભટ્ટનો જન્મ ૧૫મીએ જુલાઈ ૧૯૩૧ના દિવસે ભાવનગરના સાંચરામાં જન્મ થયો હતો. તેમનાં પિતાનું નામ હરગોવિંદભાઇ અને માતાનું નામ પ્રેમકુંવર છે. તેમને ચાર ભાઇઓ અને ત્રણ બહેનો છે. મહુવામાં શાળાજીવન દરમિયાન તેઓ ઝાંઝર સામયિકના સંપાદક હતા. ૧૯૫૨માં તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી વાણિજ્યના સ્નાતકની પદવી મેળવી. તેમણે ભાવનગર નગરપાલિકામાં થોડો સમય કામ કર્યું. બીમારીને કારણે તેઓ યુરુલી કંચનના નિસોર્પચાર આશ્રમમાં દાખલ થયા. તેમણે ૯ વર્ષ પેનાંગ, મલેશિયામાં તેમના કાકા જોડે કામ કર્યું. તેઓ સંશોધક પત્રકારત્વ સાથે જોડાયેલા હતા. તેમણે કેટલીક ટૂંકી વાર્તાઓ પણ લખી છે.
દંતકથારૂપ પત્રકાર કાંતિ ભટ્ટનાં અવસાન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. દિલ્હીથી એમણે કાંતિભાઈના પત્ની અને જાણીતાં તંત્રી શીલા ભટ્ટને ફોન કર્યો હતો. પત્રકાર દંપતીના સંઘર્ષ અને કાંતિ ભટ્ટના પ્રેરણાત્મક લખાણો વિશેની યાદ એમણે તાજી કરી હતી.