દામનગરની સોસાયટીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

467

દામનગર શહેર ના જે.ડી પાર્ક સોસાયટી ના રહીશો નું નગરપાલિકા પ્રમુખ ના વરદહસ્તે અનોખું વૃક્ષારોપણ કર્યું સોસાયટી ના રહીશો એ ધર દીઠ એકવીસો રૂપિયા   કાઢી વૃક્ષારોપણ સ્થળે વૃક્ષ ઉછેર થઈ શકે તેવી સુંદર વ્યવસ્થા સાથે તાર ફેન્સીગ કર્યા બાદ વૃક્ષારોપણ કરી વૃક્ષ ઉછેર માટે પ્રથમ સુવિધા કરી એક લાખ થી વધુ રકમ નો ખર્ચ કરી વૃક્ષ દેવોભવ સાથે સુંદર રીતે વૃક્ષારોપણ કર્યું હતું દામનગર ના જે.ડી.પાર્ક સોસાયટી માં રહીશો નું પ્રેરણાત્મક અભિગમ વૃક્ષ ઉછેર કરવા સામુહિક પ્રતિજ્ઞા લેતા રહીશો નિલેશભાઈ કોલડીયા વિપુલભાઈ વોરા શેલેશભાઈ મહેતા ભરતભાઈ ભટ્ટ દેવચંદભાઈ આલગિયા જ્યંતીભાઈ જલાલપુર નટુભાઈ ભાતિયા સંજયભાઈ રાણીપા રમેશભાઈ ભડકોલીયા રાજુભાઈ ચુડાસમા સોસાયટી  સહિત ના રહીશો નું પ્રતિજ્ઞા સાથે પર્યાવરણ પ્રકૃતિ માટે ઉદાર અભિગમ વૃક્ષારોપણ કરેલ સ્થળે વૃક્ષો નો ઉછેર કરવા ની વ્યવસ્થા સાથે નું વૃક્ષારોપણ કરાયું

Previous articleદામનગરમાં આંગણવાડી આસપાસ વરસાદી પાણીનો નિકાલ કરી માટીથી પુરાણ કરાવાયું
Next articleરાણપુરની શેઠ સ્કુલમાં ગ્રાન્ડ પેરેન્ટસ-ડેની ઉજવણી