બોટાદ જીલ્લાના રાણપુરમાં ગીબરોડ ઉપર આવેલ મનુભાઈ એ.શેઠ ઇંગ્લિશ સ્કુલમાં ગ્રાન્ડ પેરેન્ટસ ઠે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમા ૧૫૦ કરતા પણ વધુ દાદા-દાદીઓએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં જુના હિન્દી ગીતો પર નૃત્યો રજુ કર્યા હતા.દાદાઓએ એમના સમયના શિક્ષણ અને તાજેતરના શિક્ષણ પધ્ધતી વિશે વાતો કરી,દાદા-દાદીઓએ સંગીત ખુરશીની રમત રમવામાં આવી અને સ્વચ્છતા અભિયાનના વિવિધ પોસ્ટર બનાવી લોકોને સ્વચ્છતા નો સંદેશ આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા, રાણપુર એ.પી.એમ.સી.ના ચેરમેન નરેન્દ્રભાઈ દવે,રાણપુરના પુર્વ સરપંચ અને માલધારી સમાજના આગેવાન જીવાભાઈ રબારી, રાજેશભાઈ શાહ,વામનભાઈ સોલંકી, ચંપકસિંહ પરમાર સહીત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.અને કાર્યક્રમના અંતે સમૂહ રાષ્ટ્રગીત ગાન કરી તથા અલ્પાહાર કરી કાર્યક્રમ પુર્ણ થયો હતો.