અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ, મહુવા માઈનીંગ પ્રોજેકટ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલિટી વિભાગ દ્વારા મહુવા માઈનિંગ પ્રોજેકટ આ વીસ્તાર જેવા કે બંભોર, તલ્લી તથા અન્ય સલગ્ન ગામો જે ખુબ અંતરયાળ છે જયાં સ્વાસ્થ્યને લગતી જાગૃત્તા, સગવડતાનો બહોળો અભાવ હતો તેવા ગ્રામ્ય વિસ્તારમાં મોબાઈલ મેડિકલ વાનની સેવા આપવાનું નિર્ણય લેવાયો જેમાં અનુભવી ડોકટર સલાહકાર તથા જરૂરી પ્રાથમિક દવાઓ પણ પુરતી ઉપલબ્ધ થાય તેવો પ્રયાસ કરાયો સાથે સાથે આ મોબાઈલ મેડિકલ વાન (એમ્બ્યુલન્સ)નું ઉદ્દઘાટન પરમ પુજય મોરારી બાપુના વરદ હસ્તે તલગાજરડામાં કરવામાં આવ્યું.
આ અવસર પર લોક સાહિતયકાર માયાભાઈ આહિર તથા ગ્રામ્ય સરપંચ પંચ ગણો તથા ગ્રામજનો અને અલ્ટ્રટેક કંપનીના ઉચ્ચ અધિકારી ભાનુકુમાર પરમાર, વિવેક ઉપલાંચિવાર, યોગેશ ભટ્ટ, ભરત પટેલ, દિલીપ નેગી, વિરેન્દ્ર વૈષ્ણવ, વિનોદ શ્રિવાસ્તવ, સંજયત ્રિવેદી, પારસ ટંક તથા રાકેશ જયસ્વાલ ઉપસ્થિત રહ્યા હતાં.
અગાવના દિવસોમાં પણ સ્વાસ્થ્યને લયને (સીઅમેઆર) વિભાગ દ્વારા આરોગ્ય કેમ્પોનું આયોજન કરાયું હતું તથા સ્વાસ્થ્ય જાગૃતિનો પ્રયાસ સતત ચાલુ રહેશે.