જાફરાબાદમાં સંકલનની બેઠક મળી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તાકીદ

515

જાફરાબાદ મામલતદાર કચેરી ખાતે નાયબ કલેકટર ભાર્ગવ ડાંગરની અધયક્ષતામાં  મામલતદાર ચાવડા, તાલુકા વિકાસ અધિકારી ભરતસિંહ એમ. વાઘેલાની ઉપસ્થિતિમાં તાલુકાના આગેવાનોની ખાસ બેઠક યોજાઈ જેમાં તાલુકાની જનતાના દરેક જાતના કચેરીને લગતા પ્રશ્નો જેવા કે જમીનને લગતી તમામ ફરિયાદોનું નિરાકરણ વહેલી તકે હાથ લેવા આદેશો અપાયા તેમજ સાથે સાથે સંકલન બેઠકનું પણ આયોજન કરાયેલ જેમાં તાલુકા અને ગામના આગેવાનો સાથે જાફરાબાદની તમામ સરકારી કચેરીઓના અધિકારીઓની હાજરીમાં વિધવિધ પ્રશ્નોના નિરાકરણ કરવા આદેશો સાથે ચોમાસાની આવી ઋતુમાં દરેક ગામડામાં અને શહેરમાં વૃક્ષારોપણના કાર્યક્રમો કરાવી જેમ બને તેમ લોકો વધુને વધુ વૃક્ષોનું વાવેતર સાથે ઉછેરની પણ જાળવણી રાખે અને આપણે જોઈએ છીએ કે વૃક્ષારોપણના ફોટા પાડવવા જ કાર્યક્રમો કરી પછી એ વૃક્ષને કોઈ પાણી પાવાનું કષ્ટ લેતા નથી જે માત્ર હાંસીને પાત્ર તંત્રની ઈમેજ ન ઘટે તેની પણ તકેદારી સાથે વૃક્ષારોપણી કરવું કરાવવું કારણ વૃક્ષો જીવિત હશે તો માનવ જીવીત રહેશે તેમ અંતમાં કહેલ.

Previous articleતા.૦૫-૦૮-ર૦૧૯ થી ૧૧-૦૮-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય
Next articleબરવાળાના મુંગલપુર ખાતે ૭૦માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી