સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને અમરેલી જિલ્લામાં પુરવઠા વિભાગ દ્વારા ચાલી રહેલ તપાસ અંગે જિલ્લા પંચાયત વિપક્ષ નેતા શુકલભાઈ બલદાણીયાએ અમરેલી જિલ્લા કલેકટર પત્ર લખીન રજુઆત કરી છે કે આ તપાસ તટસ્થ થાય, લોકોમાં થતી ચર્ચા મુજબ કેટલાક પુરવઠાના પેધી ગયેલ અને ગાંધીનગર સુધી વર્ગ ધરાવતા (લોકોમાં થતી ચર્ચા મુજબ કે ેમને આ કેસમાં પણ હુકમ ફેરવાયેલ છે) અને સ્થાનિક કક્ષાએ વહિવ્ટીતંત્ર સાથે ધરોબો ધરાવતા દુકાનદારો બચીના જાય અને નિર્દોષ દંડાય ન જાય તે માટે રજુઆત કરી છે તેમજ ભુતીયા રેશનકાર્ડ અને કેટલાક કુટુંબો બહાર રહેતા હોય લાંબા સમયથી રાશન લીધે ન હોય છતાં આવા કાર્ડનો જથ્થો બારોબાર સગેવગે કરી દેવાતો તે અંગે આ જથ્થો કેવી રીતે ઉપડે છે. સાચા લોકોના ફિંગર ઈરાદા પુર્વક મળતા નથી તેબ ાબતે સ્થાનિક રજુઆત કરેલ હોવા છતાં કોની મીઠી નજરના કારણે થતું તે તમામ બાબતે તપાસ અને ઓફ લાઈન એન્ટ્રી દ્વારા મોટું કૌભાંડની શંકા બલદાણીયા દ્વારા કરવામાં આવી અને જીલ્લામાં જયારે પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રોય અને કલેકટર આયુષ ઓક જેવા પ્રમાણિક અધિકારીઓ જિલ્લાનેમળેલ છે. ત્યારે આવા પેધી ગયેલ ભુતકાળમાં પુરવઠા વિભાગના અનાજ/ કેરોસીનના વહિવટમાં સંડોવાયેલ દુકાનદારોને ચોકકસ પાઠ ભણાવવામાં આવશે તેવી આશા વ્યકત કરી હતી.
બાળકોના મોઢામાંથી છીનવેલી કોળીયો બહાર કાઢીશું : ભોળાભાઈ
રાજુલા તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઈ લાડુમોરે કહેલ કે ભાજપની પારદર્શી સરકાર હોય અને તે ભાજપને અંધારામા રાખી તંત્રના મોટા માથાઓ સાથે સ્થાનિક રેશનીંગ ધારકો દ્વારા જે સરકાર ને બદનામ કરવાનું વિધીવત ષડયંત્રકારીઓ પકડાયેલ ગુન.ેગારોને કદી નહી બક્ષાય આ તકે રવુભાઈ ખુમાણ, માજી તાલુકા પ્રમુખ વલ્કુભાઈ બોસ, જીલુભાઈ બારૈયા, અરજણભાઈ વાઘ, કનુભાઈ ધાખડા, વાવેરા, પ્રતાપભાઈ મકવાણા, મહેન્દ્રભાઈ ધાખડા સહિત બહોળી સંખ્યામાં ભાજપ આગેવાનો ઉપસ્થિત રહેલ.