સિહોર શહેરની વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલમાં આજે તા.૦૩ને શનીવાર નાં રોજ ધોરણ – ૬ થી ૧૦ તેમજ ધોરણ – ૧૧, ૧૨ (સાયન્સ) નાં વિદ્યાર્થીની બહેનો તથા શિક્ષકો દ્વારા સાડી ડે ની ઊજવણી કરવામાં આવી. જેમાં બહેનો દ્વારા જુદી-જુદી પ્રકારની સાડી પહેરી સાડી સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દરેક ધોરણ મુજબ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યો હતો.